2025-26માં GDP 54 લાખ કરોડ સુધી પહોંચી:25 કરોડ જનતાને ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળતાઃ ફડણવીસનો દાવો
નરેંદ્ર મોદીએ છેલ્લાં 12 વર્ષમાં કરેલાં કામો બહુ મોટાં છે. એક પુસ્તકમાં તે રજૂ કરવાનું મુશ્કેલ છે. દેશના અંતરિયાળ વિસ્તારમાં સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર વિશેષ પ્રયાસો કરી રહી છે. અનુદાન પર જનતાને નહીં રાખતાં ગરીબ કેન્દ્રિત એજન્ડાનો અમલ પણ કર્યો, જેને લીધે 10 વર્ષમાં 25 કરોડ જનતા ગરીબીમાંથી બહાર આવી છે, એમ મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસે 26 મેના રોજ મોદીની વડા પ્રધાન તરીકે કારકિર્દીને 12 વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું હતું.ભારતની જીડીપી 2013-14માં રૂ. 103 લાખ કરોડ હતી, જે 2025-26માં રૂ. 357 લાખ કરોડ સુધી પહોંચી છે, જે ત્રણ ગણો વધારો સૂચવે છે. રાજ્યની જીડીપી 2013-14માં રૂ. 13 લાખ કરોડ હતી, જે 2025-26માં રૂ. 54 લાખ કરોડ સુધી પહોંચી છે, એમ તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે વિકાસની ફક્ત ઘોષણાઓ નહીં કરી, પરંતુ તેની પાછળ તેમની વિકાસાભિમુખ નિયોજનબદ્ધ રણનીતિ મુખ્ય કારણ છે, એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન આ નિમિત્તે એક ભારત, અખંડ ભારતથી વિકસિત ભારતના પ્રવાસ પરિવર્તનના 12 મુદ્દાઓ પર તથ્યપૂર્ણ રજૂઆત સાથે વિશેષ અંકનું વિમોચન પણ કરાયું, જે વિશે ભાજપ પ્રદેશ પ્રમુખ રવિંદ્ર ચવ્હાણે જણાવ્યું કે આ વિશેષ સંગ્રાહ્ય અંકમાં અખંડ ભારત, અંત્યોદય, સુરક્ષિત ભારત, યુવા ભારત, માતૃપ્રધાન ભારત જેવા વિષયોમાંથી વિજ્ઞાન, ઉદ્યોગ અને વિકસિત ભારત 2047 પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. ભારતે વૈશ્વિક સ્તરે નિર્માણ કરેલો પ્રભાવ, સીમા પર દુશ્મનોને આપેલા જડબાતોડ જવાબ અને દુનિયામાં સંકટ સમયે માનવતા માટે દોડી જનારો સંવેદનશીલ ભારતનું પણ આ અંકમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રનિર્માણની તપપૂર્તિ એ ફક્ત સ્મર્ણિકા નહીં હોઈ નવા ભારતના પરિવર્તનનો સાક્ષીદાર એવો ઐતિહાસિક દસ્તાવેજ છે, એમ ચવ્હાણે જણાવ્યું હતું.
Read Original Article →