કૃષિ વેપારમાં ગતિ આવશે:રાજ્ય સરકારે શરૂ કરી યુનિફાઇડ સિંગલ ટ્રેડર લાઇસન્સ વ્યવસ્થા
રાજ્ય સરકારે કૃષિ વેપાર વ્યવસ્થાને વધુ સરળ, આધુનિક અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી વ્યવસ્થા હેઠળ હવે વેપારીઓને અલગ-અલગ કૃષિ બજાર સમિતિઓ માટે અલગ લાઇસન્સ લેવાની જરૂર નહીં રહે. માત્ર એક જ યુનિફાઇડ સિંગલ ટ્રેડર લાઇસન્સ”ના આધારે સમગ્ર રાજ્યમાં કૃષિ ઉત્પાદનનો વેપાર કરી શકાશે. ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં 305 કૃષિ બજાર (એપીએમસી) છે.અહેવાલ મુજબ, અત્યાર સુધી વેપારીઓને દરેક કૃષિ બજાર સમિતિ અથવા ઉપબજાર માટે અલગ લાઇસન્સ મેળવવું પડતું હતું. આ પ્રક્રિયામાં સમય અને નાણાં બંનેનો વધારાનો બોજ આવતો હતો. હવે નવી નીતિ અમલમાં આવતા વેપારીઓ રાજ્યની તમામ મુખ્ય કૃષિ ઉપજ બજારો, ઉપબજારો, ખાનગી બજારો તેમજ ઈ-ટ્રેડિંગ પ્લેટફોર્મ પર સરળતાથી વેપાર કરી શકશે. રાજ્યના કૃષિ બજારોને મળશે રાષ્ટ્રીય ઓળખ
નવી નીતિ મુજબ, જ્યાં દર વર્ષે 80 હજાર મેટ્રિક ટનથી વધુ કૃષિ ઉપજનો વેપાર થાય છે અને જ્યાં બે કે તેથી વધુ રાજ્યોમાંથી માલ આવે છે, તે બજારોને રાષ્ટ્રીય મહત્વના બજાર તરીકે જાહેર કરવામાં આવશે. આથી મહારાષ્ટ્રના મોટા કૃષિ બજારોને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. સરકારે અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલા ડિજિટલ ટ્રેડિંગ લાઇસન્સને પણ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આંતરરાજ્ય કૃષિ વેપારને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોને દેશભરના ખરીદદારો સુધી પહોંચવાની નવી તક મળશે. સરકારનો આ નિર્ણય કૃષિ વેપાર ક્ષેત્રમાં મોટા સુધારાના રૂપમાં જોવામાં આવી રહ્યો છે, જેનાથી વેપારીઓ અને ખેડૂતો બંનેને લાંબા ગાળે લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Read Original Article →