મુંબઈ:એરપોર્ટ પર સેલ્ફી કે રીલ્સ લેશો તો મોબાઈલ જપ્ત થશે

Gujarat6/5/2026, 1:20:15 AM
હવેથી એરપોર્ટ પર સેલ્ફી લેવી અથવા રીલ બનાવવી કે ટ્રાવેલ બ્લોગ શૂટ કરાશે તો સંબંધિત પ્રવાસીનો મોબાઈલ જપ્ત કરવામાં આવશે. એરપોર્ટના સંવેદનશીલ ઠેકાણાઓની માહિતી આ શૂટના કારણે ઈંટરનેટ પર ઉપલબ્ધ થતા સુરક્ષાને જોખમ ઊભું ન થાય એ માટે ડીજીસીએએ આ નવો નિયમ જારી કર્યો છે. મોબાઈલ જપ્તી અને દંડ સાથે પ્રવાસીનો નો ફ્લાય લિસ્ટમાં પણ નાખવાની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરના સમયમાં એરપોર્ટમાં રીલ્સ, વીડિયો બ્લોગ્સ, લાઈવ સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરવાનું મોટા પ્રમાણમાં વધ્યું છે. એના લીધે અનેક વખત સુરક્ષા યંત્રણા, એરપોર્ટ સંચાલન અને સંવેદનશીલ પાયાભૂત સુવિધા સાથે સંબંધિત માહિતી અજાણતા જ સાર્વજનિક થતી હોવાની ચિંતા સુરક્ષા યંત્રણાએ વ્યક્ત કરી છે. નવા માર્ગદર્શક ધોરણ અનુસાર સુરક્ષા તપાસ કેન્દ્ર, બોર્ડિંગ ગેટ્સ, રનવે બસ, એરપોર્ટ સંચાલન ક્ષેત્ર, ટેક્સીવે અને એરપોર્ટના અન્ય પ્રતિબંધિત વિભાગમાં ફોટો અથવા વીડિયો શૂટ કરવાની પરવાનગી નહીં મળે.
Read Original Article →