સિટી એન્કર:ગાયમુખથી કેડબરી જંકશન મેટ્રો-4 અને 4-એ રૂટને RDSOસર્ટિ
મુંબઈને મેટ્રો દ્વારા થાણે સાથે જોડવા મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ તરફથી વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-4 અને કાસારવડવલી-ગાયમુખ મેટ્રો 4-એ રૂટ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ રૂટમાં ગાયમુખથી કેડબરી જંકશનનો પ્રથમ તબક્કો અત્યાર સુધી શરૂ થવો અપેક્ષિત હતો. જો કે આ તબક્કાના સંચાલન માટે વિલંબ થયો છે. આ તબક્કાના સંચાલનની દષ્ટિએ એક મહત્વનો તબક્કો હવે એમએમઆરડીએએ પાર કર્યો છે. એના માટે આખરે એમએમઆરડીએને રિસર્ચ ડીઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. હવે સુરક્ષા પ્રમાણપત્ર મેળવવા માટે પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. સુરક્ષા પ્રમાણપત્ર મળ્યા પછી ગાયમુખથી કેડબરી જંકશન દરમિયાન મેટ્રો દોડશે અને થાણેના નાગરિકોનું મેટ્રો પ્રવાસનું સ્વપ્ન પૂરું થશે. સપ્ટેમ્બર 2025થી એમએમઆરડીએ તરફથી 32.32 કિલોમીટર લાંબા મેટ્રો 4 અને 2.7 કિમીના મેટ્રો 4-એ રૂટના પરીક્ષણનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. આ રૂટનું કામ તબક્કાવાર ચાલુ છે. ગાયમુખથી કેડબરી જંકશનના 10.5 કિલોમીટરના તબક્કાનું કામ પૂરું થયું છે. દરમિયાન આ તબક્કો પૂરો કરીને 2025માં મેટ્રો સેવા શરૂ કરવાનું નિયોજન હતું. એ અનુસાર સપ્ટેમ્બર 2025માં આ રૂટ પર ટ્રેનના પરીક્ષણની શરૂઆત કરવામાં આવી. પરીક્ષણ પૂરા કરીને આરડીએસઓ અને સુરક્ષા પ્રમાણપત્ર મેળવીને આ સેવા શરૂ કરવાની હતી. જો કે હવે જૂન 2026 શરૂ થયો છતાં મેટ્રો દોડી ન હોવાથી થાણેના નાગરિકોમાં સખત નારાજગી છે. પરીક્ષણ પછી મહિનાઓ વીતવા છતાં ટ્રેન શરૂ ન થવાથી નારાજગી વધી રહી છે. જો કે હવે આ પ્રતીક્ષાનો અંત ટૂંક સમયમાં આવશે. ગાયમુખથી કેડબરી જંકશન તબક્કા માટે 2 જૂનના આરડીએસઓ પ્રમાણપત્ર મળ્યાની માહિતી એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ આપી છે. 209 દિવસના પરીક્ષણ બાદ આ પ્રમાણપત્ર મળ્યું છે. સુરક્ષા પ્રમાણપત્ર માટે અરજી હવે આ તબક્કો શરૂ કરવાની દષ્ટિએ એક મહત્વનો તબક્કો પૂરો થયો છે. છેલ્લી પ્રક્રિયામાં મેટ્રો કમિશનર, મેટ્રો રેલવે સુરક્ષા તરફથી સુરક્ષા પ્રમાણપત્ર લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એના માટે ટૂંક સમયમાં સીએમઆરએસ પાસે અરજી કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું. આ ટેસ્ટ સફળ થયા પછી અને સુરક્ષા પ્રમાણપત્ર મળ્યા પછી ગાયમુખથી કેડબરી જંકશન મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે. તેથી આગામી થોડા મહિનામાં થાણેના નાગરિકોનું મેટ્રો પ્રવાસનું સ્વપ્ન પૂરું થશે એમ એમએમઆરડીએ તરફથી જણાવવામાં આવ્યું છે.
Read Original Article →