પુરુષ વિરુદ્ધ ગુનો દાખલ:પાલઘરમાં બે બહેનો સાથે દુષ્કર્મઃ ભાજપે લવ જિહાદનો આરોપ કર્યો
પાલઘરમાં બે સગીર બહેનો સાથે દુષ્કર્મ કરવા સંબંધે પોલીસે 22 વર્ષીય શખસની ધરપકડ કરી છે. ભાજપનાં વિધાનસભ્ય ચિત્રા વાઘે આ કેસ લવ જિહાદનો છે એવો આરોપ કર્યો છે. લવ જિહાદ શબ્દનો ઉપયોગ મુસ્લિમ પુરુષ દ્વારા હિંદુ મહિલાને ઈલામમાં ધર્માંતર કરવા માટે તેની સાથે સંબંધ બનાવવામાં આવે છે અને લગ્ન કરવામાં આવે છે તેવો આરોપ કરવા માટે જમણેરી પાંખના સમૂહો દ્વારા કરવામાં આવે છે. પીડિતાઓ દ્વારા ફરિયાદને આધારે પોલીસે 1 જૂને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ દુષ્કર્મ અને વિનયભંગ તેમ જ પોક્સો ધારા હેઠળ ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે, એમ દહાણુના ડીવાયએસપી અંકિતા કણ્સેએ જણાવ્યું હતું. બે ટીમો ફરાર આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી છે. પોલીસે વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો છે. ભાજપનાં નેતા ચિત્રા વાઘે શનિવારે દહાણુ પોલીસ સ્ટેશનમાં આ કેસ સંબંધમાં મુલાકાત લીધી હતી. આ પછી દાવો કર્યો કે આ લવ જિહાદનો મામલો છે. પાલઘરની શિક્ષિત છોકરીઓની સ્ટુડન્ટ વિઝા હેઠળ લંડનમાં તસ્કરી કરવાનો આ મામલો છે. આરોપીનું પાલઘરનું ઘર અનધિકૃત: આરોપીનું ઘર અનધિકૃત છે. આ અનધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવવું જોઈએ. પીડિતાનાં વાલીઓ ભાંગી પડ્યાં છે. તેમણે તેમની વ્યથાની માહિતી આપી છે, એમ પણ વાઘે જણાવ્યું હતું. બોરડી અને પાલઘરના વિદ્યાર્થીઓ
પાડોશી ગુજરાતમાં જિલ્લાધિકારીએ વિધિસર રીતે છોકરીના વાલીઓને આંતરજાતિ અથવા આંતરધર્મ લગ્નની નોંધણી કરાવવામાં આવે તેનું ધ્યાન રાખવા સલાહ આપી છે. રાજ્યમાં આપણી પુત્રીઓના રક્ષણ માટે કાયદો જોઈએ. બોરડી અને પાલઘરની અન્ય કોલેજના 70-80 ટકા વિદ્યાર્થીઓ મહિલાઓ વિરુદ્ધ ગુનો આચરવા માટે અન્ય રાજ્યમાંથી હિજરત કરે છે. વાઘે એમ પણ જણાવ્યું કે આ મોટા કૌભાંડને તોડી પાડવા માટે વ્યાપક માનવી તસ્કરી કૃતિ યોજના લાવવાની પોલીસે ખાતરી આપી છે.
Read Original Article →