રાજ્યસ્તરીય સમિતિઓની રચના:પુણે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના યુઝર ચાર્જીસનો નિર્ણય સ્થગિત!
પુણે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા લાગુ કરાયેલા યુઝર ચાર્જીસના નિર્ણય પર મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક અસરથી સ્થગિતી આપી છે. ધી પૂના મર્ચન્ટ્સ ચેમ્બર અને મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કૃતિ સમિતિ દ્વારા આ ચાર્જીસનો સખત વિરોધ કરવામાં આવ્યા બાદ રાજ્યના માર્કેટ મંત્રી જયકુમાર રાવલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંગળવારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કેઈટના રાષ્ટ્રીય વરિષ્ટ્ર ઉપાધ્યાક્ષ કિર્તીભાઈ રાણાએ જણાવ્યુ હતું કે, નવી મુંબઈ ચેમ્બર દ્વારા વર્ષ 2016થી નિયમન મુક્ત માલ પર 1 ટકો સર્વિસ ર્ચાજ લગાડવામાં આવ્યો હતો, તેમાં હાઈકોર્ટ દ્વારા સ્ટ્રે લેવામાં સફળતા મેળવી હતી. તેજ પ્રમાણે યુઝર ચાર્જ પુના માર્કટમાં લગાડવામાં આવ્યો જે કુદરતી ન્યાની વિરૂધ્ધ જણાતો હતો જેને મંત્રીએ સ્થગિતી આપી તે આવકારદાયક પગલું છે. મંત્રાલયમાં યોજાયેલી બેઠકમાં વેપારી સંગઠનો અને બજાર સમિતિના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળ્યા બાદ મંત્રીએ પુણે બજાર સમિતિના યુઝર ચાર્જીસના નિર્ણયને સ્થગિત રાખવાના આદેશ આપ્યા. સાથે જ આ મુદ્દે કાયમી અને સર્વમાન્ય ઉકેલ લાવવા માટે વિશેષ સમિતિની રચના કરવાની જાહેરાત કરવામાં આવી.મંત્રીએ સૂચના આપી કે, આ સમિતિ આગામી 15 દિવસમાં પોતાનો અહેવાલ અને ભલામણો સરકારને સોંપશે. પુણે માટે રચાયેલી સમિતિમાં માર્કેટ નિયામક, પુણે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ અને સચિવ તેમજ ધી પૂના મર્ચન્ટ્સ ચેમ્બરના ચાર પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિ ટૂંક સમયમાં બેઠક યોજીને પોતાનો અહેવાલ સરકારને રજૂ કરશે. બેઠકમાં રાજ્યની અન્ય કૃષિ ઉત્પન્ન બજાર સમિતિઓના પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ સાથે સંબંધિત બાકી પ્રશ્નોના નિરાકરણ માટે અલગ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સમિતિમાં પણન નિયામક, મુંબઈ બજાર સમિતિના સહસચિવ અને છ વેપારી પ્રતિનિધિઓનો સમાવેશ રહેશે. તે ઉપરાંત, મુંબઈ અને પુણે સિવાય રાજ્યની અન્ય બજાર સમિતિઓના પ્રશ્નોના અભ્યાસ અને નિરાકરણ માટે વધુ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે.
Read Original Article →