કાર્યવાહી:મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.39 કરોડના વિદેશી ચલણ સાથે મુસાફર ઝડપાયો

Gujarat6/5/2026, 1:15:04 AM
કાર્યવાહી:મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.39 કરોડના વિદેશી ચલણ સાથે મુસાફર ઝડપાયો
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાનોને મોટી સફળતા મળી છે. બુધવારે મધરાત દરમિયાન સુરક્ષા તપાસ દરમિયાન મધ્ય આફ્રિકાના ચાડના નાગરિક પાસેથી આશરે 1.39 કરોડ રૂપિયાની કિંમતના અમેરિકન ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. સીઆઈએસએફના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આ મુસાફર મધ્ય આફ્રિકાના ચાડનો રહેવાસી છે અને મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 પરથી ઇથિયોપિયન એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા અદિસ અબાબા થઈને ચાડની રાજધાની એનજામેના જવાનો હતો. મુસાફર નિયમિત સુરક્ષા તપાસમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સીઆઈએસએફના જવાનોને તેની બેગમાં કશુંક હોવાની શંકા ગઈ હતી. તપાસ દરમિયાન મુસાફરની બેગમાંથી કુલ 1,45,000 અમેરિકન ડોલર મળી આવ્યા હતા. ભારતીય ચલણ મુજબ તેની કિંમત અંદાજે 1.39 કરોડ રૂપિયા થાય છે. આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ મળતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી હતી. ઘટના બાદ સીઆઈએસએફે આરોપીને વધુ તપાસ માટે કસ્ટમ્સ વિભાગને સોંપી દીધો હતો. કસ્ટમ્સ અધિકારીઓ હવે આ રકમ ક્યાંથી લાવવામાં આવી, તેનો ઉપયોગ શું થવાનો હતો અને તેમાં કોઈ ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર અથવા હવાલા કનેક્શન છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહ્યા છે.
Read Original Article →