મહારાષ્ટ્રમાં 1.39 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી:કારકિર્દી માટે IIT અને પોલિટેકનિક પર વિદ્યાર્થીઓનો વધુ પડતો ઝૂકાવ

Gujarat6/4/2026, 12:22:04 AM
કૌશલ્ય આધારિત નોકરીની વધતી તક, ઉદ્યોગક્ષેત્રની માગ અને ઓછા સમયમાં રોજગારલક્ષી શિક્ષણના લીધે છેલ્લા થોડા વર્ષથી વિદ્યાર્થીઓનો ઝૂકાવ આઈટીઆઈ અને પોલિટેકનિક અભ્યાસક્રમ પર વધી રહ્યો છે. આઈટીઆઈ અને પોલિટેકનિકમાં પ્રવેશ માટે રાજ્યમાંથી આ વર્ષે 1 લાખ 39 હજારથી વધુ અરજી મળી છે. એમાં અત્યાર સુધી આઈટીઆઈ માટે 71 હજાર 444 અને પોલિટેકનિક માટે 68 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. રાજ્યની ઔધોગિક પ્રશિક્ષણ સંસ્થાની (આઈટીઆઈ) પ્રવેશપ્રક્રિયાને વિદ્યાર્થીઓનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યની 418 સરકારી અને 586 ખાનગી એમ કુલ 1 હજાર 4 આઈટીઆઈ સંસ્થાઓમાં આ વર્ષે 1 લાખ 57 હજાર 664 સીટ પર પ્રવેશ આપવામાં આવશે. સોમવારે સાંજ સુધી 71 હજાર 444 અરજી મળી છે. આઈટીઆઈ પ્રવેશની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન પદ્ધતિથી થતી હોવાથી વિદ્યાર્થીઓની અરજી, ફી ભરવી, દસ્તાવેજ ચકાસણી અને પ્રવેશ નિશ્ચિતીની પ્રક્રિયા સહેલી થઈ છે. રાજ્યમાં એન્જિનિયરીંગ ડિગ્રી કોર્સ (પોલિટેકનિક) અભ્યાસક્રમની પ્રવેશપ્રક્રિયાની 20 મેથી શરૂઆત થઈ છે. પોલિટેકનિકમાં આખા રાજ્યમાં મળીને એક લાખથી વધુ સીટ છે. આ સીટ માટે સોમવાર સાંજ સુધી 68 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ભરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જૂન હોવાથી આગામી દિવસોમાં આ આંકડો હજી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે વિદ્યાર્થીઓને ઈ-સ્ક્રુટીની અને રિયલ સ્ક્રુટીની એમ બે વિકલ્પ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે. ઘેરબેઠા દસ્તાવેજોની ચકાસણી કરવાની સુવિધા હોવાથી વિદ્યાર્થીઓનો પ્રતિસાદ વધી રહ્યો છે. પ્રાયમરી મેરિટ લિસ્ટની યાદી 24 જૂન અને છેલ્લું મેરિટ લિસ્ટ 2 જુલાઈના જાહેર થશે. ઉદ્યોગક્ષેત્રમાં પ્રશિક્ષિત મનુષ્યબળની વધતી જરૂરિયાત અને રોજગારલક્ષી અભ્યાસક્રમના લીધે દસમા ધોરણ પછી સીધા ટેકનિકલ કોર્સનો વિકલ્પ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી હોવાનો શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનો મત છે.
Read Original Article →