મુંબઈ હિંદી પત્રકાર સંઘના કાર્યક્રમમાં CM ફડણવીસ:હિંદીના વિરોધથી સત્તા મળે પણ દેશનું જ્ઞાન સમાપ્ત થશે

Gujarat6/3/2026, 1:34:43 AM
ભાષા વિવાદનું માધ્યમ નહીં બની શકે. હિંદી આ દેશનું સંપર્ક સૂત્ર છે. ભાષાઓને નામે વિવાદ પેદા કરીને વોટ અને સત્તા હાંસલ કરી શકાય છે, પરંતુ તેનાથી દેશનું જ્ઞાન સમાપ્ત થશે અને તેને આપણે આગામી પેઢીઓ સુધી નહીં પહોંચાડી શકીશું. આથી વિશેષ રીતે હિંદી જેવી ભાષાનું સન્માન થવું જોઈએ, જેણે આપણી સ્વતંત્રતા લડાઈમાં બહુ મોટું યોગદાન આપ્યું છે, એમ મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસે મુંબઈ હિંદી પત્રકાર સંઘ દ્વારા આયોજિત હિંદી પત્રકારિતા દ્વિશતાબ્દિ સમારોહમાં જણાવ્યું હતું. હિંદી પત્રકારિતાનાં 200 વર્ષ પૂરાં થયા તેના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં તેમણે જણાવ્યું કે બહુભાષી હોવું એક યોગ્ય છે. આપણે આપણી ભાષા તી શીખવી જ જોઈએ, કારણ કે માતૃભાષા છોડવા ર આપણે એક બહુ જ નૈસર્ગિક જ્ઞાન પ્રક્રિયાથી બહાર થઈ જઈએ છીએ. પરંતુ જો માતૃભાષા સિવાય આપણે દેશની કોઈ વધુ ભાષા શીખીશું તો દેશનું આદાનપ્રદાન કરી શકીશું. દુનિયાના જે દેશોએ વિકાસ કર્યો છે તેમણે પોતાની માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે. ઉપરાંત પત્રકારિતા સામે આજે મોટા પડકારો છે, કારણ કે સમાચારની વિશ્વસનીયતાને લઈને સંકટ છે.
Read Original Article →