કાર્યવાહી:જમીનની નોંધણી માટે લાંચ લેનારો અધિકારી ઝડપાયો

Gujarat5/21/2026, 12:13:35 AM
રાયગઢ જિલ્લામાં જમીનની નોંધમાં એન્ટ્રી કરવા માટે રૂ. 30,000ની લાંચ લેતાં 49 વર્ષીય મહેસૂલ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસનો ફરિયાદી અને તેની પત્નીએ પનવેલમાં ગાવદેવી પાડામાં જમીનનો ટુકડો ખરીદી કર્યો હતો, જે માટે જમીનમાં નામબદલીની આવશ્યકતા હતી. ફરિયાદીએ આ માટે સર્કલ ઓફિસરને સંપર્ક કર્ય હતો, જેણે 7/12 (જમીનના ટાઈટલની નોંધ) ઉતારામાં જરૂરી એન્ટ્રી કરવા માટે રૂ. 50 હજારની લાંચની માગણી કરી હતી, એમ એસીબી રાયગડના ડીવાયએસપી સરિતા આઈએસ ભોસલેએ જણાવ્યું હતું. વાટાઘાટ પછી આરોપી રૂ. 30,000માં કામ કરવા તૈયાર થયો હતો. જોકે ફરિયાદી લાંચ આપવા માગતો નહીં હોવાથી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે એસીબી દ્વારા મંગળવારે પનવેલ તહેસીલ કાર્યાલયમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું, જ્યાં આરોપી ફરિયાદી પાસેથી રૂ. 30 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
Read Original Article →