કાયદામાં ફેરફાર જરૂરી:મહારાષ્ટ્રમાં દીપડાની સંખ્યા ઓછી કરવા માટે ધારા-ધોરણ નિશ્ચિત કરવાની જરૂર
રાજ્યમાં દીપડાઓની વધતી સંખ્યા અને હુમલા રોકવા દીપડા પકડવા અને તેમની નસબંધી કરવી એ એકમાત્ર વિકલ્પ નથી. ભવિષ્યમાં દીપડાઓની સંખ્યા ઓછી કરવા વન ખાતાએ ગંભીરતાથી વિચાર કરવો પડશે. એના પર શાસ્ત્રીય અભ્યાસ તેમ જ સંશોધન થવું જરૂરી છે. ઉપરાંત ધોરણ તૈયાર કરી નિશ્ચિત કરવાની જરૂર હોવાનો મત વન્યજીવ અભ્યાસુઓએ વ્યક્ત કર્યો છે. સાકર કારખાનાઓના કારણે શેરડીના વાવેતર વધ્યા છે. છેલ્લા બે દાયકાથી દીપડા શેરડીના ખેતરમાં જ સફળ પ્રજનન કરે છે. દીપડાની લગભગ ત્રણચાર પેઢીઓ શેરડીના ખેતરમાં જ જન્મી છે. તેમના મગજમાં પણ જેનેટીક ફેરફાર થયા છે. તેથી જન્મ લેનારા દીપડાઓ પણ શેરડીનું ખેતર જ સુરક્ષિત નિવાસ લાગે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં તાલ મિલાવીને દીપડાએ હવે ઉંદર, ઘુસ, કાંચીડો, દેડકાને તેના ભોજન તરીકે સ્વીકાર્યા છે. મહારાષ્ટ્રમાં જુન્નર પછી સાતારા જિલ્લામાં પાટણ તાલુકાના કરાડમાં સૌથી વધારે દીપડાની સંખ્યા છે. 2001-02માં જુન્નર વિભાગમાં લગભગ 11 જણના દીપડાના હુમલામાં મૃત્યુ થયા અને 25 જખમી થયા હતા. એ સમયે 108 દીપડાઓને કેદ કરવામાં આવ્યા હતા. એમાંથી કેટલાક માણિકડોહ દીપડા નિવારણ કેન્દ્ર અને સંજય ગાંધી નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા. 16 દીપડા ચાંદોલી અભયારણ્યમાં છોડવામાં આવ્યા. કાયદામાં ફેરફાર જરૂરી પશ્ચિમ મહારાષ્ટ્રમાં માનવ-વન્યજીવ સંઘર્ષ પર વિકલ્પ તરીકે વન ખાતાએ 1 હજાર 500 દીપડાઓને પકડીને વનતારામાં મોકલવાનો પ્રસ્તાવ કેન્દ્રિય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણને મોકલ્યો. જો કે વન્યજીવ સંરક્ષણ કાયદો 1972ની અનુસૂચી એક અંતર્ગત દીપડાને સંરક્ષણ આપવામાં આવ્યું છે. તેથી કારણ વિના દીપડાને કેદ કરી શકાતા નથી. સંઘર્ષની સ્થિતિમાં જ દીપડાને પકડીને કેદ કરવાની પરવાનગી મુખ્ય વનસંરક્ષક તરફથી આપવામાં આવે છે. તેથી 1500 દીપડાઓને પકડવાની પરવાનગી કેવી રીતે આપે એ પણ એક પ્રશ્ન છે. દીપડાની નસબંધીનો પ્રસ્તાવ વન ખાતાએ કેન્દ્રને મોકલ્યો છે. આ બંનેની પરવાનગી માટે વન્યજીવ સંરક્ષણ કાયદામાં ફેરફાર કરવો પડશે.
Read Original Article →