મહાપાલિકા AIના માધ્યમથી દસ્તાવેજોનું જતન કરશે:જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર સહિત મેરેજ સર્ટિફિકેટ એક ક્લિક પર ઉપલબ્ધ
મહાપાલિકાના ઈ વોર્ડ કાર્યાલયે સંભાળી રાખેલા જન્મ પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ સહિત જૂના દસ્તાવેજો હવે એક ક્લિક પર ઉપલબ્ધ થશે. એના માટે મહાપાલિકા નાગરી દસ્તાવેજોનું એઆઈના માધ્યમથી સ્કેનિંગ, વર્ગીકરણ કરીને ડિજિટલ જતન કરશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત અશ્વિની જોશીએ આપી હતી. આ ઉપક્રમના કારણે પ્રશાસનના કામકાજમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા વધવામાં મદદ થશે. 30 દિવસ લાગતા હતા એ પ્રક્રિયા હવે ગણતરીની સેકન્ડમાં પૂરી થશે. નાગરિકોને જન્મ નોંધણી, વિવાહ નોંધણી અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા આ પહેલાં ત્રણ અઠવાડિયાથી લઈને એક વર્ષ કરતા વધુ સમય લાગતો હતો. તેથી મહાપાલિકાના વિવિધ ડેટાબેઝમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો એવો નિર્દેશ મહાપાલિકા કમિશનર અશ્વિની ભીડેએ આપ્યો છે. એ અનુસાર ઈ વોર્ડના નાગરી દસ્તાવેજોનું એઆઈ વોલેટ અંતર્ગત જતન કરવાનો નિર્ણય અતિરિક્ત આયુક્ત અશ્વિની જોશીના પ્રયત્ન બાદ લેવામાં આવ્યો છે.
Read Original Article →