પ્રદૂષણ સ્તર:મુંબઈ મહાપાલિકાનો કાટમાળ પર પ્રક્રિયા માટે દેવનારમાં નવો પ્રકલ્પ
મુંબઈમાં ઈમારતો અને નવા પ્રકલ્પમાંથી તૈયાર થતો કાટમાળ હવે મહાપાલિકા માટે માથાનો દુખાવો બન્યો છે. કાટમાળનો નાશ કરવા બે પ્રકલ્પ તો છે ત્યારે હવે દેવનાર ખાતે દૈનિક એક હજાર ટન ક્ષમતાનો નવો પ્રકલ્પ મહાપાલિકા તરફથી ઊભો કરવામાં આવી રહ્યો છે. એના માટે ટેંડર પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યાની માહિતી મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત અશ્વિની જોશીએ આપી હતી. મુંબઈમાં દરરોજ લગભગ સાત હજાર મેટ્રીક ટન કાટમાળ નિર્માણ થાય છે. તેથી કાટમાળ પર પ્રક્રિયા કરવાની ક્ષમતા વધારવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. એના માટે દેવનાર ખાતે બે વર્ષમાં નવો પ્રકલ્પ ઊભો કરવાનું મહાપાલિકાનું નિયોજન છે. અત્યારે શીળફાટા અને દહિસર ખાતે દૈનિક 600 મેટ્રીક ટન ક્ષમતાના પ્રકલ્પ ચાલુ છે. ત્યાં અત્યાર સુધી 3 લાખ 15 હજાર મેટ્રીક ટન કરતા વધુ કાટમાળનું સંકલન અને નાશ કરવામાં આવ્યો છે. એમાં ઘરગથ્થુ અને નાના સ્તરના કાટમાળ તેમ જ બાંધકામ પ્રકલ્પના ઠેકાણે નિર્માણ થતા કાટમાળનો સમાવેશ છે. પ્રદૂષણ સ્તર સુધરવાની અપેક્ષા બાંધકામ અને તોડકામમાંથી નિર્માણ થતા કચરામાં ઈમારતના બાંધકામ, તોડકામ અને રિપેરીંગ કરતા નિર્માણ થતો કાટમાળનો સમાવેશ હોય છે. મુંબઈમાં ચાલી રહેલા બાંધકામ અને પુનર્વિકાસ પ્રકલ્પની ઝડપી ગતીના લીધે તાજેતરના વર્ષોમાં આવા પ્રકારના કાટમાળનું નિર્માણ મોટા પ્રમાણમાં વધ્યું છે. પ્રક્રિયા કરેલા કાટમાળનો ઉપયોગ રસ્તા બાંધકામ, પેવર બ્લોક્સ, બાંધકામ સામગ્રી અને અન્ય પાયાભૂત સુવિધા પ્રકલ્પમાં કરવામાં આવે છે. બાંધકામથી નિર્માણ થતા કચરાની પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો થશે અને શહેરમાં પ્રદૂષણનું સ્તર ઓછું કરવામાં મદદ થશે એવો વિશ્વાસ મહાપાલિકા અધિકારીઓ વ્યક્ત કરે છે.
Read Original Article →