સિટી એન્કર:મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેનનો રૂટ તૈયાર, 50 મિનિટમાં પુણે
મુંબઈથી હૈદરાબાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ બાબતે નવી માહિતી જાહેર થઈ છે. પ્રસ્તાવિત હાઈસ્પીડ રેલવે માર્ગની પ્રાથમિક રૂપરેખા લગભગ નક્કી થઈ ગઈ છે. રેલવે એટલાસમાં આ માર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નવા માર્ગના લીધે પંઢરપુર અને સોલાપુર જિલ્લાના વિકાસને ઘણું ઉત્તેજન મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર મુંબઈ-હૈદરાબાદ હાઈસ્પીડ રેલવે પુણે, બારામતી, પંઢરપુર, સોલાપુર, કલબુર્ગી અને વિકારાબાદ માર્ગે દોડશે. અત્યારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ ચાલુ છે. હવે હાઈસ્પીડ કોરિડોરનું વિસ્તરણ આગળ પુણે અને હૈદરાબાદ સુધી કરવાની યોજના છે. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આ પહેલાં જ મુંબઈથી હૈદરાબાદ બુલેટ ટ્રેન બાબતે સંકેત આપ્યો હતો. આ રૂટ શરૂ થયા પછી મુંબઈથી પુણે પ્રવાસ ફક્ત 48 મિનિટમાં થશે એમ તેમણે જણાવ્યું હતું. આ રૂટના લીધે પ્રવાસના સમયમાં મોટા પ્રમાણમાં બચત થશે. મુંબઈથી પુણે ફક્ત 48 થી 50 મિનિટમાં પ્રવાસ પૂરો થશે. મુંબઈથી સોલાપુર ફક્ત દોઢ કલાકમાં પ્રવાસ પૂરો તશે. પુણેથી સોલાપુર ફક્ત 45 થી 55 મિનિટમાં પ્રવાસ થશે. પુણેથી હૈદરાબાદ બે કલાક કરતા ઓછા સમયમાં પ્રવાસ પૂરો થશે. દેશમાં 7 નવા રૂટ: ભારતની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પછી કેન્દ્રિય બજેટમાં 7 નવા હાઈસ્પીડ રેલવે કોરિડોરની અધિકૃત ઘોષણા કરવામાં આવી છે. આ 7 પ્રકલ્પ દેશના મુખ્ય શહેરોમાં કનેક્ટિવિટી અને પ્રાદેશિક વિકાસ સુધારવા માટે નિયોજિત છે. આ સાત નવા બુલેટ ટ્રેન કોરિડોરમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ છે. સોલાપુર, પંઢરપુરને ફાયદો
મુંબઈ-પુણે-હૈદરાબાદ હાઈસ્પીડ રેલવેના લીધે પંઢરપુર અને સોલાપુરનો ઘણો ફાયદો થશે એમ માનવામાં આવે છે. પંઢરપુરના ધાર્મિક પર્યટનને એના લીધે ઘણું ઉત્તેજન મળશે. દેશમાંથી આવતા ભાવિકો માટે પ્રવાસ સહેલો અને ઝડપી થશે. બીજી તરફ સોલાપુરના ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રને પણ એનો ફાયદો થઈ શકે છે. ખાસ વાત એટલે સોલાપુર નજીક સ્વતંત્ર બુલેટ ટ્રેન સ્ટેશન ઊભું થાય એવી શક્યતા છે. તેથી સ્ટેશન પરિસરમાં નવા વિકાસ પ્રકલ્પોને ઝડપ મળી શકે છે. રોજગારની નવી તક નિર્માણ થવાની શક્યતા છે. બુલેટ ટ્રેન પ્રકલ્પના કારણે સોલાપુર અને પંઢરપુર બંને ભાગ રાજ્યના વિકાસ નકશા પર વધુ મક્કમતાથી ઉભા થવાની ચિહ્ન છે.
Read Original Article →