સિટી એન્કર:મોનોરેલ પ્રવાસીઓ માટે એક મહિનામાં શરૂ કરવામાં આવશે
ચેંબુરથી જેકબ સર્કલ મોનોરેલ રૂટ ફરીથી સેવામાં દાખલ કરવાનો માર્ગ આખરે ખુલ્યો છે કારણ કે આ પ્રકલ્પને આખરે મેટ્રો કમિશનર, મેટ્રો રેલ સુરક્ષા તરફથી સુરક્ષા પ્રમાણપત્ર મળ્યું છે. મોનોરેલ સંચાલન માટે આ છેલ્લી પ્રક્રિયા છે જે પૂરી થવાથી કેટલાય મહિનાઓ પછી ટૂંક સમયમાં મોનોરેલ શરૂ કરવામાં આવશે. જો કે અત્યારે રાજ્યમાં વિધાન પરિષદ ચૂંટણીની આચારસંહિતા લાગુ છે જે 25 જૂનના પૂરી થશે. એના પછી મોનોરેલ સેવામાં દાખલ થશે. મોનોરેલથી પ્રવાસ કરવા માટે જૂનના અંત સુધી અથવા જુલાઈના પહેલા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. મોનોરેલ મુંબઈ અને દેશની પ્રથમ છે. આ સેવા શરૂ થઈ ત્યારથી જ વિવાદમાં છે. આ રૂટને પ્રતિસાદ મળતો ન હોવાથી સતત ખોટ થઈ રહી છે. તેથી આ પ્રકલ્પની ટીકા થાય છે. બીજી તરફ આ રૂટ શરૂ થયો ત્યારથી અકસ્માત, દુર્ઘટનાની પરંપરા ચાલુ છે. તેથી પ્રવાસીઓની સુરક્ષિતતાનો પ્રશ્ન ઊભો થયો છે. છતાં મોનોરેલની સેવા ચાલુ રાખવી જરૂરી હોવાથી એમએમઆરડીએ તરફથી ખોટ કરતા આ રૂટની સેવા ચાલુ છે. દરમિયાન ઓગસ્ટ 2025માં આ રૂટ પર એક જ દિવસે બે મોટા અકસ્માત થયા. બે ટ્રેન ઘણાં વજનના કારણે ખોટકાઈ. એક ટ્રેનના પ્રવાસીઓને બારીના કાચ અને દરવાજા તોડીને બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના તાજી હતી ત્યાં થોડા દિવસમાં ફરીથી અકસ્માત થયો. એટલે ટીકાનો મારો શરૂ થયો. આખરે સપ્ટેમ્બર 2025માં એમએમઆરડીએ કમિશનર ડો. સંજય મુખર્જીએ આ સેવા અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યાનું જાહેર કર્યું. સેવા બંધ કરીને સંપૂર્ણ રૂટનું, સિસ્ટમનું, ટ્રેનનું અત્યાધુનિકીકરણ કરીને સુરક્ષિત મોનોરેલ સેવા આપવાનો નિર્ણય લેતા એ મુજબ પ્રક્રિયા શરૂ કરી. તમામ પરીક્ષણ સફળ
મોનોરેલ પ્રકલ્પનું અત્યાધુનિકીકરણ તાજેતરમાં પૂરું થયું અને તમામ પરીક્ષણ સફળ થયા છે. સીએમઆરએસ ટેસ્ટ પણ સફળ થઈ છે. સુરક્ષા પ્રમાણપત્ર મળ્યા પછી મોનોરેલ સેવા શરૂ કરવામાં આવશે. હવે આ પ્રમાણપત્ર મળી ગયું છે. જો કે આચારસંહિતાના કારણે પ્રવાસીઓએ હજી થોડા દિવસ સુધી રાહ જોવી પડશે.
Read Original Article →