અતિરિક્ત સુરક્ષા તપાસ:જૂન મહિનામાં મોનો રેલ પ્રવાસીઓ માટે શરૂ થાય એવી શક્યતા

Gujarat5/27/2026, 12:00:53 AM
અતિરિક્ત સુરક્ષા તપાસ:જૂન મહિનામાં મોનો રેલ પ્રવાસીઓ માટે શરૂ થાય એવી શક્યતા
વારંવાર ટેકનિકલ ખરાબી, વીજ પુરવઠામાં અડચણ, પાટા પરથી ઉતરી જવાની ઘટના અને પ્રવાસીઓની સુરક્ષા બાબતે નિર્માણ થયેલા પ્રશ્નના કારણે છેલ્લા આઠ મહિના કરતા વધુ સમયથી બંધ મુંબઈ મોનોરેલ હવે ફરીથી શરૂ થવાના માર્ગ પર છે. 20 સપ્ટેમ્બર 2025થી બંધ આ સેવા માટે અંતિમ સુરક્ષા તપાસ અને પરીક્ષણ ફેરીઓ આ અઠવાડિયે શરૂ થશે. તેથી મોનો રેલ જૂન મહિનામાં પ્રવાસીઓ માટે શરૂ થાય એવા શક્યતા છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના અખત્યાર હેઠળ મહારાષ્ટ્ર મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડની મોનો રેલ સેવા ફરીથી શરૂ કરવા અંતિમ તબક્કાની તૈયારી કરે છે. મેટ્રો રેલવે સુરક્ષા આયુક્ત પદ પરથી નિવૃત્ત થયેલા પી. એસ. બધેલની દેખરેખ હેઠળ સુરક્ષા તપાસ અને ટ્રાયલ રન લેવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન તેમણે ઉપસ્થિત કરેલા તમામ ટેકનિકલ મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે. તપાસ અને ટ્રાયલ રન થોડા દિવસ ચાલે એવી શક્યતા છે. એ પછી નિરીક્ષણ અહેવાલ રજૂ કરવામાં આવશે અને જરૂરી મંજૂરી મળ્યા પછી જૂનમાં સેવા શરૂ કરવાનો પ્રશાસનનો ઉદ્દેશ છે. મોનોરેલ શરૂ કરવા નિશ્ચિત કરવામાં આવેલી મુદત આ પહેલાં અનેક વખત ઠેલવામાં આવી હતી. 7 મે અને એ પછી મે મહિનાના અંત સુધી સેવા શરૂ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. પણ એ પૂરો ન થયો. એપ્રિલ મહિનામાં સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકન સંસ્થાએ વ્યવસાયિક સેવા ફરીથી શરૂ કરવા માન્યતા આપી હતી. એ પહેલાં ફેબ્રુઆરીમાં બ્યુરો વેરિટાસ ઈંડિયાએ સંત ગાડગે મહારાજ ચોકથી ચેંબુર 19.54 કિલોમીટર લાંબા મોનો રેલ રૂટનું ટેકનિકલ પ્રમાણીકરણ કર્યું હતું. બોક્સ... અતિરિક્ત સુરક્ષા તપાસ ખાસ વાત એટલે મોનો રેલ સિસ્ટમ માટે નિવૃત્ત સીએમઆરએસ તરફથી સ્વતંત્ર સુરક્ષા તપાસ કરાવવાનું આ પહેલી વખત થઈ રહ્યું છે. પી.એસ. બધેલ મોનો રેલના ડબ્બા, સિગ્નલ અને ટેલિકમ્યુનિકેશન, સ્વયંચલિત ટિકિટ સંકલન યંત્રણા, સૂચના પાટિયુ, સેવા ટાઈમટેબલ અને અન્ય કાર્યપ્રણાલીની વિગતવાર તપાસ કરશે. સામાન્ય રીતે મોનો રેલના બીજા તબક્કામાં બંધારણીય સુરક્ષા તપાસ કરવામાં આવતી નથી. ભારતીય ટ્રામવે કાયદો 1886 અંતર્ગત સીએમઆરએસનું પ્રમાણપત્ર ફરજિયાત ન હોવા છતાં છેલ્લા થોડા વર્ષમાં થયેલા વારંવાર ટેકનિકલ ખરાબીના લીધે અને સુરક્ષા બાબતની ચિંતાના કારણે પ્રશાસને અતિરિક્ત સુરક્ષા તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સિટી એન્કર 296 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ દરમિયાન આ જ મહિનામાં હૈદરાબાદ સ્થિત એક કંપનીએ મુંબઈ મોનો રેલના સંચાલન અને દેખભાળની જવાબદારી સ્વીકારી છે. આગામી પાંચ વર્ષ માટે કંપનીને 296.4 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. આ પહેલાં એમએમએમઓસીએલે બીજી એક કંપનીને નવી મોનો રેલ ટ્રેન સહિત સંપૂર્ણ સિસ્ટમ કાર્યાન્વિત કરવા 7 મેની મુદત આપી હતી.
Read Original Article →