MMRDA સંભાળશે સુકાન:ઈનોવેશન સિટી માટે MMRDAની નિયોજન સંસ્થા તરીકે નિયુક્તિ થઈ
મુંબઈ મહાનગર પ્રદેશના આર્થિક વિકાસને ઉત્તેજન આપવા પ્રસ્તાવિત મહારાષ્ટ્ર ઈનોવેશન સિટી જેવા મહત્વકાંક્ષી પ્રકલ્પ માટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણની અમલબજાવણી અને નિયોજન સંસ્થા તરીકે નિયુક્તી કરવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. એના માટે રાજ્ય સરકાર અને ટાટા સન્સ વચ્ચે સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે એમઓયુ કરવામાં આવ્યો હતો. હવે ટાટા સન્સ તરફથી રૂપરેખા રજૂ થતા જ ઈનોવેશન સિટીના કામની એમએમઆરડીએ તરફથી શરૂઆત કરવામાં આવશે. રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પ્રદેશને એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો ઉદ્દેશ રાખ્યો છે. એ અનુસાર મુંબઈ મહાનગરનો વિકાસ સાધવામાં આવશે. એના જ ભાગ તરીકે દાવોસ ખાતે જાન્યુઆરી મહિનામાં વિવિધ એમઓયુ કરવામાં આવ્યા હતા. એમાં મુંબઈ મહાનગરમાં ઈનોવેશન સિટી ઊભું કરવા કરાર કરવામાં આવ્યો હતો. હવે આ પ્રકલ્પ માટે એમએમઆરડીએની નિયુક્તી કરીને એને મહત્વકાંક્ષી સાર્વજનિક પ્રકલ્પનો દરજ્જો રાજ્ય સરકારે આપ્યો છે. આ પ્રકલ્પ માટે જરૂરી જમીન નિશ્ચિત કરવી, જમીન એકત્રીકરણ, ભૂસંપાદન, પ્રકલ્પ નિયોજન, પાયાભૂત સુવિધાનું નિયોજન, વિવિધ વિભાગ અને સંસ્થાઓ સાથે સમન્વય સાધવો, તેમ જ અમલબજાવણીની રૂપરેખા તૈયાર કરવી જેવી જવાબદારીઓ એમએમઆરડીએ પર હશે. ઉપરાંત સર્વેક્ષણ, આર્થિક મૂલ્યાંકન, કાયદાકીય ચકાસણી અને પ્રકલ્પ સંદર્ભના જરૂરી દસ્તાવેજોની તૈયારી પણ એમએમઆરડીએએ કરવી પડશે. કેવું હશે ઈનોવેશન સિટી?
મહારાષ્ટ્ર ઈનોવેશન સિટી એઆઈ, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટઅપ્સ, ગ્લોબલ કેપેબિલિટી સેંટર્સ, કૌશલ્ય વિકાસ, અત્યાધુનિક ટેકનોલોજી અને રોકાણને ઉત્તેજન આપતા એકાત્મિક આર્થિક કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવશે. ટાટા સન્સ સાથે થયેલા કરાર અંતર્ગત આ ઈનોવેશન સિટીમાં એઆઈ ડેટા સેંટર્સ, લેટેસ્ટ ઉત્પાદન ઉદ્યોગ, નવા ઉપક્રમ અને સંશોધન કેન્દ્ર, ઉર્જા નિર્મિતી અને સંગ્રહ વ્યવસ્થા, પર્યટન, વાહન ઉદ્યોગ, ધાતુ અને ખાણ ઉદ્યોગ તેમ જ શહેરી પાયાભૂત સુવિધા ક્ષેત્રમાં રોકાણ આકર્ષિત કરવા પર ભાર મૂકવામાં આવશે.
Read Original Article →