બાંદરામાં 5200 ચોરસમીટર જગ્યા ખુલ્લી થયા બાદ ફરી બુલડોઝર ગર્જ્યું:ગોરેગાંવ-મલાડ વચ્ચે રેલવેની મોટી કાર્યવાહી, 60 બાંધકામો તોડી પાડાયાં
મુંબઈમાં રેલવે જમીન પર અતિક્રમણ અને રેલવે લાઈનના વિસ્તારણમાં નડતરરૂપ બાંધકામો દુર કરવા માટે એક વિશેષ ઝુંબેશ શરૂ છે. આ અર્તગત બાંદરા પૂર્વની 5200 ચોરસ મીટર જમીન ખુલ્લી થયા પછી પશ્ચિમ રેલ્વેએ હવે હાર્બર લાઇનના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુ઼બઈ હાઇકોર્ટના આદેશ મુજબ, ગોરેગાંવ અને મલાડ વચ્ચે 60 અનધિકૃત પાકા અને કાચા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. આનાથી 1,500 ચોરસ મીટર જમીન રેલવેના હાથમાં પાછી આવી છે, જેનાથી હાર્બરના વિસ્તરણનો માર્ગ મોકળો થયો છે. હાર્બર લાઇનને ગોરગાંવથી મલાડ સુધી લંબાવવાનો પ્રસ્તાવ ઘણા વર્ષોથી અટકી પડ્યો છે. રેલવેની જમીન પર અતિક્રમણને કારણે, પ્રોજેક્ટ માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ નહોતી. હવે અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ ઝડપી ગતિએ અમલમાં મુકાઈ રહી છે, તેથી ભવિષ્યમાં રેલવે માળખાગત વિકાસમાં વેગ મળવાની શક્યતા છે. ગોરેગાંવ અને મલાડ વચ્ચે પૂર્વમાં કિમી 28/3 અને 28/6 વચ્ચેના વિસ્તારમાં રેલવેની માલિકીની લગભગ 1,500 ચોરસ મીટર જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. રેલવે વહીવટીતંત્રે આ સ્થળ પર બાંધવામાં આવેલા 36 કાયમી અને 24 કામચલાઉ બાંધકામોને હટાવવા માટે બુલડોઝર કાર્યવાહિ શરૂ છે, જેમાં 26 કાયમી અને 24 કામચલાઉ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. બાકીના અતિક્રમણો સામે તબક્કાવાર કાર્યવાહી ચાલુ રહેશે, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં, પશ્ચિમ રેલવેએ બાંદરા પૂર્વના ગરીબનગર વિસ્તારમાં અતિક્રમણો સામે વ્યાપક કાર્યવાહી કરી હતી.
Read Original Article →