રાજ્ય સાઈબર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી:ખરાતકાંડનો રેલો વિદેશ પહોંચ્યો: અનેક દેશોમાં વિડિયો ફેલાઈ ગયો

Gujarat6/10/2026, 12:00:53 AM
નાશિકમાં થયેલા જાતીય શોષણના કેસના આરોપી ઢોંગી બાબા અશોક ખરાત સાથે સંબંધિત વાંધાજનક વિડિયો અને ફોટોગ્રાફ્સ વિદેશમાં પણ પ્રસારિત થયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં મહારાષ્ટ્ર સાઈબર પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને સોશિયલ મિડિયા પર વિડિયો ફેલાવતા ઘણા અકાઉન્ટ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 74 જેટલા ટેલિગ્રામ ગ્રુપ અને વિવિધ સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ ખરાત કેસ સંબંધિત વાંધાજનક સામગ્રી ફેલાવી રહ્યા છે. આ માધ્યમો દ્વારા મોટા પાયે વિડિયો અને ફોટોગ્રાફ્સ શૅર કરવામાં આવી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને ઇન્ટરનેટ પરથી આવી પોસ્ટ્સ કાઢી નાખવા માટે ઝુંબેશ શરૂ કરી છે.સાઈબર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 406થી વધુ વાંધાજનક પોસ્ટ, વિડિયો અને ફોટો દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત 11 સોશિયલ મિડિયા પ્લેટફોર્મને કાનૂની નોટિસ જારી કરવામાં આવી છે અને ઘણા અકાઉન્ટ્સમાંથી જરૂરી માહિતી માગવામાં આવી છે. વિડિયો વાઈરલ ન કરવા અપીલ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ કેસનો વ્યાપ ફક્ત મહારાષ્ટ્ર કે ભારત પૂરતો મર્યાદિત નથી. સાઈબર પોલીસે જણાવ્યું છે કે સંબંધિત વિડિયો ભારતનાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ યુએઈ, શ્રીલંકા, ફિલિપાઇન્સ અને નાઇજીરિયા જેવા દેશોમાં ફેલાઈ ગયા છે. દરમિયાન નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા વિડિયો ડાઉનલોડ, શૅર કે ખરીદી ન કરે અને જો તેમને કોઈ શંકાસ્પદ લિંક કે ગ્રુપ મળે તો તેમણે તાત્કાલિક સાઈબર પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.
Read Original Article →