નવી લાઈન માટે ભૂસંપાદનની પ્રક્રિયા ચાલુ:આસનગાવ-કસારા ચોથી લાઈન માટે મંજૂરી, મેલ માટે જુદી લાઈન

Gujarat6/7/2026, 12:06:45 AM
કલ્યાણથી કર્જત ત્રીજી-ચોથી લાઈન પછી હવે કલ્યાણથી કસારા દરમિયાન લોકલ અને મેલ-એક્સપ્રેસ ચલાવવા સ્વતંત્ર લાઈન તૈયાર થશે. આસનગાવથી કસારા ચોથી લાઈન બિછાવવા કેન્દ્ર સરકારે અંતિમ મંજૂરી આપી છે. એના લીધે ઉપનગરીય રેલવેમાર્ગ પર દોડતી મેલ-એક્સપ્રેસ અને માલગાડીઓનું યોગ્ય નિયોજન કરવામાં મદદ થશે. ઉપરાંત વધારાની લોકલ ફેરી દોડાવવા માર્ગ ઉપલબ્ધ થશે. એમયુટીપી-3એમાં કલ્યાણથી કસારા દરમિયાન ત્રીજી લાઈન બિછાવવા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રકલ્પ કલ્યાણથી આસનગાવ અને આસનગાવથી કસારા એમ બે ભાગમાં પૂરો કરવામાં આવશે. મધ્ય રેલવેના બાંધકામ વિભાગ તરફથી કલ્યાણથી આસનગાવ ત્રીજી લાઈન બિછાવવાનું કામ ચાલુ છે. નવી લાઈન બિછાવવા ભૂસંપાદનનું કામ ચાલુ છે એમ મધ્ય રેલવેના અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. લોકલસેવા ખોરવાતી રોકવા લાખો મુંબઈગરા કલ્યાણથી કસારા અને કર્જત દરમિયાન લોકલ અને મેલ-એક્સપ્રેસ માટે સ્વતંત્ર લાઈન બિછાવવાની માગણી સતત રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. 30 ડિસેમ્બર 2025ના કલ્યાણથી કર્જત દરમિયાન અતિરિક્ત બે લાઈન બિછાવવા અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. અત્યારે આ લાઈન માટે ભૂસંપાદન ચાલુ છે. કલ્યાણથી કર્જત અને આસનગાવથી કસારા નવી લાઈનના લીધે પ્રવાસીઓને ઘણો ફાયદો થશે. અત્યારે એક જ લાઈન પરથી મેલ અને લોકલ દોડતી હોવાથી લોકલ ટ્રેનની સેવા ખોરવાય છે. જો કે આ નવી લાઈનના લીધે લોકલ અને મેલ-એક્સપ્રેસ માટે સ્વતંત્ર લાઈન ઉપલબ્ધ થવાથી ઘણો સમય બચશે. પનવેલ-વસઈ રૂટને મંજૂરીની અપેક્ષા એમયુટીપી-3બીમાં બદલાપુર-કર્જત અને આસનગાવ-કસારા એમ બંને પ્રકલ્પને બધી મંજૂરી મળી છે. પનવેલ-વસઈ ઉપનગરીય રેલવે લાઈનને પણ ટૂંક સમયમાં અંતિમ મંજૂરીની અપેક્ષા છે. એમયુટીપી-3બી પ્રકલ્પને સાર્વજનિક પ્રકલ્પ અને મહત્વકાંક્ષી નાગરી પરિવહન પ્રકલ્પ તરીકે રાજ્ય સરકારે ઘોષિત કર્યો છે. સપ્ટેમ્બર 2025માં રાજ્ય સરકારે તત્વતઃ મંજૂરી આપી એમ એમઆરવીસીના અધિકારીએ જણાવ્યું હતું.
Read Original Article →