આપત્કાલીન સ્થિતિમાં ઝડપથી નિર્ણય લેવો શક્ય થશે:પાણી ઉલેચતા પંપ પર કન્ટ્રોલ રૂમમાં IOTથી લાઈવ પ્રસારણ

Gujarat6/7/2026, 12:10:02 AM
મુંબઈમાં પાણી ભરાતા 100થી વધુ ઠેકાણે મહાપાલિકા આ વર્ષે 547 પંપ લગાડશે. આ બધા પંપનું આઈઓટી ધોરણે મહાપાલિકાના કન્ટ્રોલ રૂમમાં લાઈવ પ્રસારણ થશે. તેથી કેટલા પંપ ચાલુ છે, કેટલા પંપ બંધ છે એની માહિતી તરત મળશે. પંપની લાઈવ સ્થિતિની જાણ થવાથી જરૂરી કાર્યવાહી કરવાનું શક્ય થશે. આઈઓટી ધોરણની આ યંત્રણાના લીધે સેન્સરના માધ્યમથી પંપની સ્થિતિ કન્ટ્રોલ રૂમના ડેશબોર્ડ પર દેખાશે. તેથી આપત્કાલીન સ્થિતિમાં ઝડપથી નિર્ણય લેવો શક્ય થશે એમ મહાપાલિકા કમિશનર અશ્વિની જોશીએ જણાવ્યું હતું. પાણી ભરાય નહીં એ માટે શહેર વિભાગમાં 146, પૂર્વ ઉપનગરોમાં 178 અને પશ્ચિમ ઉપનગરોમાં 223 પંપ લગાડવામાં આવશે. પંપના ઠેકાણે ત્રણ શિફ્ટમાં મનુષ્યબળ તૈનાત રાખવામાં આવશે. તેમની સાથે સમન્વય માટે પંપચાલક પ્રતિનિધિની નિયુક્તી આપત્કાલીન વિભાગમાં કરવામાં આવશે. પંપચાલકને આપવામાં પંપનું જિયો-ફેન્સિંગ કરવામાં આવશે. તેથી કર્મચારીઓની હાજરી પર પણ નિયંત્રણ રહેશે. નાળાઓ પર લોખંડની જાળી: મહાપાલિકાના ઝોન-5માં ખુલ્લા નાળામાં ફેંકવામાં આવતો કચરો રોકવા નાળાઓ પર લોખંડની જાળી લગાડવામાં આવશે. ઝોન-5ના કુર્લા, ગોવંડી, ચેંબુર, માનખુર્દ, તિલકનગર ભાગમાં 51 કિલોમીટર નાળા પર લોખંડની જાળી લગાડવામાં આવશે.
Read Original Article →