વિડિયો વાઈરલ:મહિલા સાથે બીભત્સ ભાષામાં વાત કરનાર ઓટો ડ્રાઈવર વિરુદ્ધ તપાસ
મુંબઈમાં બનેલી એક આંચકાજનક ઘટનામાં એક મહિલા પ્રવાસી સાથે અત્યંત અશ્લીલ ભાષામાં વાત કરનારા ઓટો ડ્રાઈવરનો વિડિયો વાઈરલ થયો હતો, જેને ઘણા લોકોએ મુંબઈ પોલીસને ટેગ કર્યો અને કઠોર પગલાં લેવા માટે અનુરોધ કર્યો હતો. પોલીસે હવે તપાસ શરૂ કરી છે. વિડિયોમાં ઓટો ડ્રાઈવર મહિલાને એવું કહેતો સંભળાય છે કેઃ ..... એકદમ સ્ટ્રોંગ હો ગયા હૈ, આપ ખુદ દેખિયે, એક બાર હાથ લગાકર દેખો. મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વિડિયોમાં એવું દેખાય છે કે ઉતાવળમાં મહિલ ઓટોમાંથી બહાર નીકળી ગઈ તે પછી ઓટો ડ્રાઈવરે આ ટિપ્પણી કરી હતી. મહિલાએ મુંબઈ પોલીસને ટેગ કરી અને ટૂંક સમયમાં જ નેટિઝનોએ એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર ટેગ કર્યું. વિડિયોને લઈ ઘણા બધાએ ખાસ કરીને મુંબઈમાં આવી સતામણી આંચકાજનક અને માની નહીં શકાય એવી હોવાની ટિપ્પણી કરી. એક્સ પર એક યુઝરે લખ્યું, આ આંચકાજનક છે. મુંબઈ ભારતમાં મહિલાઓ માટે સુરક્ષિત શહેર માનવામાં આવે છે, જ્યાં આવી ઘટના આંચકાજનક છે. નેશનલ એન્યુઅલ રિપોર્ટ એન્ડ ઈન્ડેક્સ ઓન વુમન્સ સેફ્ટી (નારી) અનુસાર 2025માં મુંબઈ મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરમાં સ્થાન પામ્યું હતું. અહેવાલ નોંધ કરે છેક કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ઐઝવાલ, ગંગટોક, ઈટાનગર અને મુંબઈ સૌથી સુરક્ષિત શહેરો છે. ઉચ્ચ લિંક સમાનતા, માળખાકીય સુવિધા, પોલિસિંગ અથવા નાગરી સહભાગને આધારે આ તારણ કાઢવામાં આવ્યું હતું. દરમિયાન મુંબઈ પોલીસે રવિવારે જણાવ્યું કે અમે ઘટનાની તપાસ શરૂ કરી છે. એક્સ પર વાઈરલ પોસ્ટ સામે જવાબ આપતાં પોલીસે તપાસ માટે સંપર્ક વિગતોની વિનંતી કરી છે. ઘણા બધા નેટિઝન્સે તે પછી વિડિયોમાં દેખાતો લાઈસન્સ પ્લેટ નંબર દર્શાવીને ડ્રાઈવર વિરુદ્ધ કડક પગલાં લેવાની માગણી કરી છે.
Read Original Article →