2016માં દક્ષિણ કોરિયાથી સાત પેંગ્વિન લાવ્યા:ભાયખલાના રાણીબાગમાં પેંગ્વિનની વધતી સંખ્યા

Gujarat6/9/2026, 12:08:45 AM
વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણીબાગ) ખાતે પેંગ્વિનની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે આ ઠંડા પ્રદેશના પ્રાણી માટે મહાપાલિકા તરફથી નવા નિવાસસ્થાનનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે પ્રાણીસંગ્રહાલયમાં કુલ 21 પેંગ્વિન છે. અત્યારના નિવાસસ્થાનમાં મહત્તમ 25 પેંગ્વિન સુધીની વ્યવસ્થા શક્ય છે. તેથી પેંગ્વિનની વધતી સંખ્યા અનુસાર નવી જગ્યાની જરૂરિયાત વર્તાઈ રહી છે. 2016માં દક્ષિણ કોરિયાથી સાત પેંગ્વિન મુંબઈ લાવવામાં આવ્યા હતા. એ પછી છેલ્લા 10 વર્ષમાં તેમની સંખ્યા ત્રણ ગણી વધી છે. અત્યારે પેંગ્વિનનું ઘર પૂર્ણપણે એરકન્ડિશન્ડ છે જે દક્ષિણ ધ્રુવના વાતાવરણની પ્રતિકૃતિ સમાન છે. પેંગ્વિનના આરોગ્ય માટે એ અત્યંત જરૂરી છે. હાલના પેંગ્વિન હાઉસની જગ્યા 800 સ્કવેર ફૂટ વધારવામાં આવશે. આ વિસ્તરણ પછી કુલ 40 પેંગ્વિન સુધી વ્યવસ્થા શક્ય થશે. મહાપાલિકાએ આ વર્ષે જ રાણીબાગમાં ટનલ એક્વેરિયમ પ્રકલ્પનું કામ શરૂ કર્યું છે. એનો કુલ ખર્ચ 62 કરોડ રૂપિયા છે. આ જ પ્રકલ્પ અંતર્ગત પેંગ્વિન કોલોનીનું વિસ્તરણ લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે થશે.
Read Original Article →