પહેલા તબક્કામાં 16 રૂટ અને 26 ટર્મિનલ ઊભા કરવામાં આવશે:મુંબઈના ટ્રાફિકજામનો ઈલાજ જલમેટ્રો, પ્રવાસનો સમય મોટા પ્રમાણમાં બચશે
ટૂંક સમયમાં શહેરની પરિવહન પદ્ધતિ બદલાશે. અત્યારે મુંબઈમાં લોકલ ટ્રેન, બેસ્ટ બસ સાથે મેટ્રોમાં પ્રવાસ કરી શકાય છે. હવે મુંબઈગરા માટે શહેર નજીક જળમાર્ગે પ્રવાસ કરવાનો માર્ગ પણ ઉપલબ્ધ થશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં પાણી પર દોડતી જલમેટ્રો શરૂ કરવાની યોજના તૈયાર કરી રહી છે. એના લીધે શહેર અંતર્ગત અને આસપાસના પરિસરનો પ્રવાસ સહેલો થશે. થોડા મહિના પહેલાં કોચી પ્રમાણે મુંબઈમાં પણ જલમેટ્રો શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. હવે મહારાષ્ટ્ર સાગરી મંડળે આ પ્રકલ્પ માટે ટેંડર જારી કર્યા છે. તેથી નિયોજન પૂરું થયું છે. મુંબઈગરાનો પ્રવાસ ટૂંક સમયમાં સુલભ અને આધુનિક થશે એવા સંકેત મળી રહ્યા છે. આ જલમેટ્રોના લીધે મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ, કલ્યાણ, વસઈ અને મીરા-ભાઈંદર જેવા પરિસર સાથે પણ જોડાણ મળશે. મુંબઈ શહેર અરબી સમુદ્ર અને ખાડીઓથી ઘેરાયેલું છે. તેથી શહેરમાં જળ પરિવહન એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. પર્યાવરણપૂરક પરિવહનને પણ ઉત્તેજન મળશે. મુંબઈના રસ્તાઓ પરનો ટ્રાફિકજામ ઓછો થશે અને નાગરિકોના પ્રવાસનો સમય મોટા પ્રમાણમાં બચશે. મુંબઈ જેવા ઝડપથી વિકસતા શહેરમાં દિવસે દિવસે પરિવહનની માગ વધી રહી છે. હાલની પાયાભૂત સુવિધાઓ નાગરિકો માટે ઓછી પડી રહી છે. શહેરના રસ્તાઓ પર અને લોકલમાં પ્રવાસીઓની ગિરદી વધી રહી છે. તેથી વારંવાર ટ્રાફિક થતા પ્રવાસીઓની હેરાનગતિ થાય છે. મુંબઈ ઉપનગરીય રેલવે પર ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓનો ભાર પડે છે. આ બધી સમસ્યાઓ પર ઉપાય તરીકે રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં જલમેટ્રો શરૂ કરવાનો નિર્ણય લીધો છે.અત્યારે મુંબઈની જલમેટ્રોના પહેલા તબક્કાની રૂપરેખા જાહેર થઈ છે. પહેલા તબક્કામાં કુલ 16 રૂટ અને 26 ટર્મિનલ વિકસિત કરવામાં આવશે. શહેરમાં અત્યારે 8 જળમાર્ગ છે અને એનો વિકાસ કરીને વધુ નવા 8 માર્ગ તૈયાર કરવામાં આવશે. અત્યારે આ વિસ્તાર માટે ટેંડર જારી કરવામાં આવ્યા છે. સલાહકાર નિમ્યા પછી વાસ્તવિકતામાં આ પ્રકલ્પનું બાંધકામ શરૂ થશે. સલાહકાર આ પ્રકલ્પના વ્યવસ્થાપનની પસંદગી કરશે. સંપૂર્ણ ડીઝાઈન અને ખરીદીનું ધ્યાન રાખશે તેમ જ ટર્મિનલનો વિકાસ કરશે. � 8 માર્ગનું નૂતનીકરણ અને વિકાસ : વર્સોવા-મઢ, બોરીવલી-માર્વે-એસેલવર્લ્ડ, માર્વે-મનોરી, ગેટવે ઓફ ઈંડિયા-એલિફન્ટા, ગેટવે ઓફ ઈંડિયા-માંડવા, બેલાપુર-નેરુલ, બેલાપુર-એલિફન્ટા એમ કુલ 8 માર્ગનું નૂતનીકરણ કરવામાં આવશે. હાલની રૂટ સાથે જ 8 નવા માર્ગ વિકાસ કરવામાં આવશે. એમાં વસઈ-મીરાભાઈંદર, જેલલ પાર્ક-કારંજે-ગાયમુખ-નાગલા બંદર-નાગલે-કાલ્હેર, વાશીથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેલાપુરથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગેટવે ઓફ ઈંડિયાથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગેટવે ઓફ ઈંડિયાથી વાશી, કલ્યાણ-ડોંબિવલી-મુંબ્રા-કાલ્હેર-કોલશેત, બાન્દરા-વરલી-નરિમાન પોઈંટનો સમાવેશ છે. �26 ટર્મિનલ ક્યાં હશે? : વસઈ, બેલાપુર, મીરા-ભાઈંદર, ગેટવે ઓફ ઈંડિયા, જેસેલ પાર્ક, કલ્યાણ, ફાઉન્ટન જંકશન, મુંબ્રા, ગાયમુખ, ડોંબિવલી, નાગલા બંદર, કોલશેત, નાગલા, વર્સોવા, કાલ્હેર, મઢ, વાશી, બોરીવલી, એનએમઆઈએ, બાન્દરા, માર્વે, માંડવા, મનોરી, એલિફ્ન્ટા, વરલી, નરિમાન પોઈંટ પોઝિટીવ મંડે થાણે, નવી મુંબઈ, કલ્યાણ, વસઈ અને મીરા-ભાઈંદર જેવા પરિસર સાથે પણ જોડાણ, પહેલા તબક્કામાં 16 રૂટ અને 26 ટર્મિનલ ઊભા કરવામાં આવશે
Read Original Article →