ગરમીથી રાહત આપવા ભારત મર્ચન્ટ ચેમ્બરની માનવીય પહેલ:નાગરિકો માટે જાહેર સ્થળે જળ વિતરણ અભિયાન

Gujarat5/24/2026, 12:27:40 AM
મુંબઈમાં દિવસે દિવસે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ભેજનું પ્રમાણ પણ ભારે છે. આને કારણે મુંબઈગરા પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. ખાસ કરીને આવી કાળઝાળ ગરમીમાં પણ ફરજ બજાવવાનું જેમને માટે ફરજિયાત હોય તેમની હાલત કફોડી બની રહી છે. આ ધ્યાનમાં લેતાં ભારત મર્ચન્ટ ચેમ્બર, મુંબઈ દ્વારા નિઃશુલ્ક પાણી વિતરણની માનવી પહેલ શરૂ કરવામાં આવી છે.સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ચેમ્બર દ્વારા અધિક માસની તપતી ગરમીમાં જાહેર સ્થળે સેવા આપતા લોકો માટે બોટલ બંધ મિનરલ પાણી નિઃશુલ્ક વહેંચવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સ્થળોમાં સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, ટ્રાફિક, મહાપાલિકા કાર્યાલય, રેલવે સ્ટેશન વગેરેનો સમાવેશ થાય છે.ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંગલે જણાવ્યું કે અમારી ટીમને અનુભવ થયો કે કાળઝાળ ગરમીમાં પણ અમુક લોકોને તો ફરજિયાત તાપમાં સેવા આપવી પડી છે. ઘણા બધા એવા લોકો પણ છે જેમને બોટલબંધ પાણી ખરીદી કરવાનું પરવડતું નથી. આ ધ્યાનમાં લેતાં ચેમ્બરના અધ્યક્ષ સાથે નિલેશ વૈશ્ય, વિષ્ણુ કેડિયા, મહેંદ્ર સોનાવત, નવીન બગડિયા, દીપક બૂબના, વિનોદ ગુપ્તા વગેરેએ બેઠક લઈને પાણીની બોટલો નિઃશુલ્ક વિતરણ કરવાનું નક્કી થયું હતું. આ સેવા 15 જૂન સુધી ચાલુ રહેશે. 200 મિલિ મિનરલ વોટરના 100થી વધુ કેરેટની બોટલ (48* 100) રોજ વહેંચવામાં આવી રહી છે, એમ સિંગલે જણાવ્યું હતું.
Read Original Article →