હવામાન વિભાગ:મુંબઈમાં પ્રી-મોન્સૂનનો ભારે પ્રહાર આજે પણ વાવાઝોડાની આગાહી

Gujarat6/4/2026, 12:45:19 AM
મુંબઈમાં બુધવારે વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સવારે 7થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે પ્રિ-મોન્સૂનના વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી. મુંબઈના ટાપુ શહેરમાં 0.96 મીમી, પશ્ચિમ ઉપનગરોમાં 9.84 મીમી અને પૂર્વ ઉપનગરોમાં 1.25 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્સોવામાં સૌથી વધુ 69 મીમી વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) મુંબઈમાં 4 જૂન સુધી યલો એલર્ટની આગાહી જાહેર કરી છે, અને વાવાઝોડા, વીજળીના કડાકા, મધ્યમ વરસાદ અને તેજ પવનની ચેતવણી આપી છે.બપોર સુધીના વરસાદના આંકડા મુજબ વિલે પાર્લેમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે અંધેરી પૂર્વમાં 49 મીમી અને અંધેરી પશ્ચિમમાં 46 મીમી વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં વિલે પાર્લેમાં 33 મીમી, સાંતાક્રુઝમાં 30 મીમી અને ચેમ્બુરમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.આઈએમડી મુજબ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસ દરમિયાન વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે ગરમ અને ભેજવાળા વાતાવરણની પણ આગાહી કરી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં થાણે જિલ્લામાં ગુરુવારે મધ્યમ વરસાદ સાથે તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક કલાક વાહનવ્યવહાર બંધ બુધવારે પડેલા ભારે વરસાદને કારણે મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને અંધેરી સબવેમાં પાણી ભરાતા સવારે 7થી 8 વાગ્યા દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવો પડ્યો હતો. જેના કારણે ટ્રાફિકને ગોખલે બ્રિજ, એસ.વી. રોડ અને ઠાકરે બ્રિજ જેવા વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. સવારના વ્યસ્ત સમયે આ ડાયવર્ઝનના કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામ સર્જાયો હતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Read Original Article →