એફએસએસએઆઈ અને મુંબઈ મહાપાલિકાની પહેલ:વડાપાઉં સહિતનાં ખાદ્યો ભજિયા, સૂકી ભેલ વગેરે અખબારનાં પાનામાં પેક નહીં કરી આપવા સૂચના

Gujarat6/9/2026, 12:16:01 AM
મુંબઈમાં ગલીઓમાં વેચાતાં વડાંપાંઉ, ભજિયા, સૂકી ભેલ વગેરે અખબારનાં પાનાંમાં પેક કરીને અપાય છે એ દ્રશ્ય સામાન્ય છે. જોકે હવે આવું કરવા પર વિક્રેતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, વેસ્ટ રિજન (એફએસએસએઆઈ- ડબ્લ્યુઆર) અને મુંબઈ મહાપાલિકાએ આ પગલાં લેવાનું શરૂ કર્યું છે. અખબારની મુદ્રણ શાહીમાં ઘણા બધા હાનિકારક રંગો, પિગમેન્ટ્સ, બાઈન્ડર્સ અને રસાયણો હોય છે. ખાસ કરીને તેમાં શીશું અને અન્ય ભારે ધાતુઓ હોય છે, જે ખાદ્યપદાર્થને બગાડીને ગંભીર હઠીલી આરોગ્યની સમસ્યાઓ પેદા કરી શકે છે, એમ એફએસએસએઆઈનું કહેવું છે. ગલીઓમાં સૂકી ભેલ, ભેલપૂરી, વડાંપાંઉ, ભજિયા, ચણા ગરમ જો અખબારનાં પાનાં અથવા આ પાનાના કોનમાં બાંધીને આપવામાં આવે છે. જૂના પરીક્ષાના પેપરો પણ અમુક વાર પ્લેટ તરીકે ઉપયોગ કરાય છે. જોકે હવે એફએસએસઆઈએ આવી વસ્તુઓ ખાદ્યપદાર્થના પેકિંગ માટે ઉપયોગ નહીં કરવાની સૂચના આવી છે.આ અંગે પ્રશાસન દ્વારા પગલાં લેવાનું શરૂ પણ કરી દીધું છે. આથી પેકિંગ, વીંટાળવા અથવા ખાદ્ય પીરસવા માટે આવા કાગળનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →