દંડાત્મક કાર્યવાહીનો નિર્દેશ નાણાં વિભાગે આપ્યો:જો સરકારી કર્મચારી નિવૃત્ત થયા પછી નિવાસસ્થાન ન છોડે તો દંડ
સેવાનિવૃત્તી પછી અનેક કર્મચારીઓ સરકારી નિવાસસ્થાને છોડતા નથી. આવા કર્મચારીઓ પર દંડાત્મક કાર્યવાહીનો નિર્દેશ નાણાં વિભાગે આપ્યો છે. નિયત સમયમાં સેવા નિવાસસ્થાન ન છોડે તો દંડનીય અનુજ્ઞપ્તી શુલ્ક વસૂલ કરવામાં આવશે. ત્યાં સુધી પેન્શનનું મોંઘવારી ભથ્થુ રોકી રાખવામાં આવશે. સેવાનિવૃત્તી પછી સરકારી કર્મચારીઓ માટે સરકારી નિવાસસ્થાન ખાલી કરવા સંદર્ભની એસઓપી નિશ્ચિત કરવામાં આવી છે. એ અનુસાર નિવૃત્તીના આઠ મહિના પહેલાથી વસૂલીયોગ્ય લાયસંસ શુલ્ક બાબતે એક્ઝિક્યુટીવ એન્જિનિયર પોતાની નોંધ તપાસીને સંબંધિત કાર્યાલય પ્રમુખ તરફથી બાકી નીકળતા લેણાની માહિતી મગાવે છે. આ રૂપિયા કર્મચારીના પગાર અને ભથ્થામાંથી વસૂલ કરવામાં આવતા હોવાની બાબતની માહિતી કાર્યાલય પ્રમુખ તરફથી આપવામાં આવે છે. જો પગારમાંથી આ રૂપિયા વસૂલ ન થતા હોય તો બાકી લેણાની રકમ ગ્રેચ્યુટીમાંથી વસૂલ કરવામાં આવશે. કર્મચારી સેવા નિવાસસ્થાને છોડે એ પછી એક્ઝિક્યુટીવ એન્જિનિયરને 14 દિવસની અંદર ના માગણી પ્રમાણપત્ર ફરજિયાત છે. નક્કી કરેલા સમયમાં આ પ્રમાણપત્ર ન આપે તો સંબંધિત કર્મચારી રોકી રાખેલ અતિરિક્ત રકમ પર વ્યાજ મેળવવા પાત્ર હશે. આ વ્યાજ 8.5 ટકા દરથી ચુકવવવામાં આવશે. સંબંધિત કર્મચારી પાસેથી વીજ, પાણી અથવા પીએનજી શુલ્કમાંથી કોઈ રૂપિયા ભરવાના બાકી હશે તો એ સંબંધિત એકાઉન્ટન્ટ મારફત પેન્શનના મોંઘવારી ભથ્થામાંથી એની સંમતિ વિના વસૂલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ જ પ્રમાણે સંબંધિત રકમની પૂરી વસૂલી થાય ત્યાં સુધી પેન્શન પર કોઈ મોંઘવારી ભથ્થુ આપવામાં નહીં આવે. એ જ પ્રમાણે કર્મચારીએ નિયત સમય પછી પણ સેવા નિવાસસ્થાન ખાલી નહીં કર્યું હોય તો દંડની રકમ વસૂલ થાય ત્યાં સુધી પેન્શનના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં ન આવે એવો નિર્દેશ નાણા વિભાગ તરફથી આપવામાં આવ્યો છે.
Read Original Article →