મીઠાગરની જગ્યા પર હાઉસિંગ પ્રોજેક્ટ લાવતાં મુશ્કેલી વધશે:મુલુંડમાં મીઠાગર બચાવવા માટે ઉગ્ર આંદોલનઃ સરકારને ઈશારો
મુલુંડ પૂર્વમાં મીઠાગરની જગ્યા પર પ્રસ્તાવિત હાઉસિંગ પ્રોજેક્ટ વિરુદ્ધ સ્થાનિક નાગરિકોએ ફરીથી ઉગ્ર ભૂમિકા લીધી છે. મીઠાગર બચાવ સમિતિની આગેવાનીમાં રવિવારે જનઆંદોલન કરવામાં આવ્યું હતું. પર્યાવરણીય સંતુલન, પૂરનિયંત્રણ અને મુલુંડની પાયાભૂત સુવિધાઓ પર થનારી સંભવિત અસરોની પાર્શ્વભૂમિમાં નાગરિકોએ સરકારના પ્રસ્તાવનો તીવ્ર વિરોધ કર્યો છે. મુલુંડ, ભાંડુપ, કાંજુરમાર્ગમાં મીઠાગરની હજારો એકર જમીન પર હાઉસિંગ પ્રોજેક્ટ ઊભો કરવાની હિલચિલ છેલ્લાં થોડાં વર્ષોથી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે હાઉસિંગ યોજના માટે આ જમીનનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ સમયાંતરે આગળ કર્યો છે. જોકે પર્યાવરણવાદીઓ, સ્થાનિક રહેવાસીઓ અને વિવિધ સામાજિક સંગઠનોએ આ પ્રસ્તાવનો સતત વિરોધ કર્યો છે. આંદોલન દરમિયાન નાગરિકોએ મીઠાગર જ ફક્ત ખુલ્લી જગ્યા નહીં હોઈ મુંબઈની પર્યાવરણીય વ્યવસ્થાનો ભાગ હોવાનું અધોરેખિત કર્યું. મુંબઈના ડેવલપમેન્ટ પ્લાનમાં મીઠાગરના સંવર્ધનનો મુદ્દો અનેક વાર ચર્ચામાં આવ્યો છે. પર્યાવરણીય મંજૂરી, જમીન હસ્તાંતરણ અને ડેવલપમેન્ટ પ્લાન સાથે સંબંધિત વિવિધ પ્રશ્નો પરથી આ પૂર્વે પણ વિવાદ ઊભો થયો હતો. આથી મીઠાગરના ભવિષ્યનો પ્રશ્ન ફરી એક વાર એરણે આવ્યો છે. સરકારે મીઠાગરનો પ્રસ્તાવ હાઉસિંગ પ્રોજેક્ટ તુરંત રદ કરીને આ ક્ષેત્રનું સંવર્ધન કરવું જોઈએ. નાગરિકોની ભાવના અને પર્યાવરણીય અસરોનો વિચાર નહીં કરતાં કોઈ પણ નિર્ણય નહીં લેવો જોઈએ. મીઠાગરના સંવર્ધનનો પ્રશન હવે ફક્ત પર્યાવરણ પૂરતો મર્યાદિત નહીં હોઈ મુલુંડગરાના અસ્તિત્વ સાથે અને વિસ્તારના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આથી આ મુદ્દા પર આગામી સમયમાં સંઘર્ષ વધુ તીવ્ર થવાનાં ચિહનો દેખાય છે.મુશળધાર વરસાદના સમયમાં વધારાનું પાણી સંગ્રહ કરવાનું કામ મીઠગર કરે છે.
Read Original Article →