વધતા તાપમાનને કારણે વીજની માગણીમાં પણ વધારો:વીજની માગણીએ ચાર હજાર મેગાવોટનો તબક્કો પાર કર્યો
તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઉકળાટને કારણે શનિવારે રજાનો દિવસ હોવા છતાં પહેલી વાર મુંબઈમાં વીજની માગણીએ ચાર હજાર મેગાવોટનો તબક્કો પાર કર્યો છે. શનિવારે રજાને કારણે સરકારી કાર્યાલયો અને મોટા ભાગનાં ખાનગી કાર્યાલયો બંધ હોવા છતાં બપોરે 3.30 વાગ્યે વીજની માગણી રીતસર 4153 મેગાવોટ જેટલી નોંધાઈ હતી. વધતા તાપમાનને કારણે વીજની માગણીમાં પણ વધારો થયો છે. મુંબઈ શહેર અને ઉપનગરમાં બેસ્ટ, અદાણી ઈલેક્ટ્રિસિટી અને ટાટા પાવર દ્વારા આશરે 47 લાખ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો કરવામાં આવે છે. હમણાં સુધી એપ્રિલ- મે મહિનામાં મુંબઈમાં વીજની માગણી 3500થી 400 મેગાવોટ સુધી નોંધવામાં આવતી હતી. જોકે સોમવાર 11 મેના રોજ હમણાં સુધીની સૌથી વધુ 4510 મેગાવોટ જેટલી વિક્રમી માગણી નોંધવામાં આવી છે. આ પછી કામકાજના દિવસે વીજની માગણી 4200થી 4300 મેગાવોટ સુધી સીમિત રહેતી હતી, જ્યારે શનિવાર અને રવિવારે રજાના દિવસોમાં તે 3600થી 3800 મેગાવોટ રહેતી હતી. જોકે શનિવારે તે 4153 મેગાવોટ સુધી પહોંચી હતી. આ વીજની માગણી પૂરી કરવા માટે 1393 મેગાવોટ વીજ મુંબઈ વિસ્તારના વીજ કેન્દ્રમાંથી લેવામાં આવી, જ્યારે લગભગ 2761 મેગાવોટ વીજ પાવર એક્સચેન્જના માધ્યમથી રાજ્યભરમાં લેવામાં આવી હતી. દરમિયાન મુંબઈમાં રજાના દિવસો પણ વીજની માગણી ઉચ્ચ સ્તરે પહોંચવા છતાં રાજ્યભરમાંથખી મહાવિતરણ પાસે વીજની માગણી 26,700 મેગાવોટ જેટલી નોંધવામાં આવી હતી. 22 મે, 2024ના બુધવારે વીજની માગણી 4306 મેગાવોટ રહી હતી. 11 મે, 2026ના સોમવારે તે 4510 મેગાવોટ સુધી પહોંચી હતી, જ્યારે 23 મે, 2026ના રોજ તે 4153 મેગાવોટ પર પહોંચી હતી.
Read Original Article →