એકનાથ શિંદે અમિત શાહને મળવા પહોંચ્યા:વિધાન પરિષદમાં વધુ બેઠકોની માગણીને લઈ એકનાથ શિંદે અમિત શાહને મળવા પહોંચ્યા

Gujarat5/25/2026, 1:02:46 AM
એકનાથ શિંદે અમિત શાહને મળવા પહોંચ્યા:વિધાન પરિષદમાં વધુ બેઠકોની માગણીને લઈ એકનાથ શિંદે અમિત શાહને મળવા પહોંચ્યા
સત્તારૂઢ શિવસેનાના પ્રમુખ અને રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે રવિવારે અચાનક દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. દેખીતી રીતે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચી ગયા હતા. આ મુલાકાતનું ચોક્કસ કારણ સમજી શકાયું નહોતું, પરંતુ એવો અંદાજ છે કે આ મુલાકાત વિધાન પરિષદની ચૂંટણીમાં બેઠક આદાનપ્રદાનની આસપાસ છે. ખાસ કરીને, શું આ મુલાકાતમાં ઓપરેશન ટાઈગર પર ચર્ચા થશે કે કેમ એવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. વિધાન પરિષદની 17 બેઠકો માટે ચૂંટણી 18 જૂને યોજાશે. શાસક મહાયુતિએ બેઠક વહેંચણી ફોર્મ્યુલા નક્કી કરી લીધી હોવાનું જાણવા મળે છે. આ ફોર્મ્યુલા મુજબ, ભાજપ મહત્તમ 12 બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને અનુક્રમે 3 અને 2 બેઠકોથી સંતોષ માનવો પડશે, પરંતુ મહાયુતિમાં 1-2 બેઠકો પર વિવાદ હોવાનું જાણવા મળે છે. શિંદે જૂથે વિધાન પરિષદની 6 બેઠકોની માગણી કરી છે. પરંતુ ભાજપે તેમને ફક્ત 4 બેઠકો આપવાની તૈયારી બતાવી છે. તેથી, એકનાથ શિંદે અમિત શાહને મળવા પહોંચી ગયા ગતા અને તેમની સમક્ષ પોતાની પાર્ટીની ફરિયાદો રજૂ કરી હતી. રાજ્યમાં વિધાન પરિષદમાં બેઠકોની વહેંચણીના મુદ્દા પર ઉકેલ આવવાની શક્યતા ઓછી છે. તેથી, એકનાથ શિંદેએ દિલ્હી જઈને ભાજપના નેતાઓને મળવાનું પસંદ કર્યું છે. અમિત શાહ સાથેની મુલાકાતમાં શિંદે પાર્ટી વિસ્તરણ એટલે કે 'ઓપરેશન ટાઇગર'ના મુદ્દા પર પણ ચર્ચા કરી હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને શિવસેના મોટા ભાગની બેઠકો પર સર્વસંમતિ પર પહોંચી ગયા છે, પરંતુ થાણે બેઠક માટે કોકડું ગૂંચવાઈ ગયું છે. ભાજપ આ બેઠક પર આગ્રહી છે, જ્યારે શિવસેનાએ થાણે પર પોતાનો દાવો છોડવાનો ઇનકાર કર્યો છે, એમ કહીને કે તે તેનો ગઢ છે. આ કારણે, મૂંઝવણ ઊભી થઈ છે. શિંદે જૂથે આ મામલે બેઠકોની આપલે કરવાનો આગ્રહ રાખ્યો છે. થાણે બેઠક પર ભાજપનો શું તર્ક છે?: થાણે વિધાન પરિષદ બેઠક પર ભાજપે મજબૂત દાવો કર્યો છે. ભાજપના ધારાસભ્ય સંજય કેળકરે આગ્રહ રાખ્યો છે કે આ બેઠક ભાજપને મળવી જોઈએ, કારણ કે આ બેઠક પર ભાજપના નગરસેવકોની સંખ્યા વધુ છે. થાણેમાં હાલમાં ભાજપ પાસે 444 નગરસેવક છે. તેની સરખામણીમાં, શિવસેના અને જીજાઉ સંસ્થા પાસે ફક્ત 346 સભ્યો છે. મહાયુતિની ચર્ચાઓમાં ભાજપની સ્થિતિ મજબૂત છે. તેમણે કહ્યું કે ભાજપ આ બેઠક પર થાણેથી ઉમેદવાર ઊભા રાખશે. ભાજપ રાજ્ય નેતૃત્વએ સંજય કેળકરના આ વલણને અનુરૂપ વલણ અપનાવ્યું હોવાથી, આ બેઠક પરથી મહાયુતિમાં ફટાકડા ફૂટવાની શક્યતા છે. ચંદ્રશેખર બાવનકુળેએ શું કહ્યું?: શનિવારે સવારે ભાજપના નેતા અને મંત્રી ચંદ્રશેખર બાવનકુળે એકનાથ શિંદેને મળ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે પાર્ટી હાલમાં તેમને પોતાની પાસે રહેલી બેઠક આપવાનું વિચારી રહી છે. ત્યાર બાદ સંખ્યાબળના આધારે નિર્ણય લેવામાં આવશે. વિધાનસભા અને લોકસભા ચૂંટણી દરમિયાન પણ આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એકનાથ શિંદે દિલ્હી ગયા હોવાથી, બેઠક વહેંચણીનો નિર્ણય દિલ્હીમાં લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. સંજય શિરસાટે પ્રવાસ વિશે માહિતી આપી મંત્રી સંજય શિરસાટે શિંદેની મુલાકાત અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે, આગામી વિધાન પરિષદની ચૂંટણી સંદર્ભે વરિષ્ઠ નેતાઓ વાટાઘાટો કરી રહ્યા છે. 17 માંથી કેટલી બેઠકોની માગણી કરવામાં આવી છે, કેટલી બેઠકોની માગણી કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નથી. અમે 7 બેઠકોની માગણી કરી છે. રાષ્ટ્રવાદી પક્ષ દ્વારા કેટલી બેઠકોની માગણી કરવામાં આવી છે. ભાજપ દ્વારા કેટલી બેઠકોની માગણી કરવામાં આવી છે, આ બધી ચર્ચાઓ છે. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને સુનેત્રા પવારની મુલાકાત પછી આ ચર્ચાઓ સમાપ્ત થશે. હાલમાં અહેવાલો છે કે એકનાથ શિંદે ચર્ચા માટે દિલ્હી ગયા છે, પરંતુ તેમાં કોઈ સત્ય નથી. શિંદે વિભાગના કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે દિલ્હી ગયા છે. તેઓ ગયા અઠવાડિયે પણ દિલ્હી ગયા હતા.
Read Original Article →