એકનાથ શિંદેએ ઉદય સામંત, શ્રીકાંત શિંદેને મોટી જવાબદારી સોંપી:2029 લોકસભા-વિધાનસભા ચૂંટણી માટે શિવસેનાના મેગાપ્લાનની તૈયારી
આગામી 2029ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીને હજી ઘણો સમય છે છતાં શિવસેના પક્ષે અત્યાર જ અત્યંત આક્રમક અને નિયોજનબદ્ધ પદ્ધતિથી તૈયારી શરૂ કરી છે. આગામી ચૂંટણીમાં પક્ષના વધુમાં વધુ લોકપ્રતિનિધિ કેવી રીતે ચૂંટાઈ આવે એ માટે શિવસેનાના મુખ્ય નેતા અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ પક્ષની રણનીતિ તૈયાર થઈ રહી છે. એને ધ્યાનમાં રાખીને રાજ્યના 200 કરતા વધારે વિધાનસભા મતદારસંઘ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે મળેલી માહિતી અનુસાર રાજ્યના 200થી વધુ વિધાનસભા મતદારસંઘમાં શિવસેનાના વરિષ્ઠ નેતા સ્થાનિક સ્તરે બુથ લેવલ એજન્ટ નોંધણી અભિયાન અને મતદારસંઘ કયાસ પ્રવાસ કરશે. ચૂંટણીમાં જીત મેળવવા બુથ સ્તરની યંત્રણા મજબૂત કરવી જરૂરી હોવાથી આ અભિયાનના પક્ષ તરફથી ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ અભિયાનની સંપૂર્ણ જવાબદારી ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્યોગમંત્રી ઉદય સામંત અને લોકસભાના જૂથ નેતા સંસદસભ્ય શ્રીકાંત શિંદેને સોંપી છે. દરેકને 100 વિધાનસભા મતદારસંઘની જવાબદારી આપવામાં આવી છે. આ બંને નેતા પોતાની જવાબદારીના વિધાનસભા મતદારસંઘમાં જઈને કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધશે. પક્ષની આ ઝુંબેશની શરૂઆત થઈ ગઈ છે. સંસદસભ્ય ડો. શ્રીકાંત શિંદેનો ઉત્તર મહારાષ્ટ્રનો પ્રવાસ શરૂ થયો છે. ઉત્તર મહારાષ્ટ્રમાં સંગઠનાત્મક કયાસ લીધા બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. બીજી તરફ ઉદય સામંત પણ મેદાનમાં ઉતર્યા છે. તેઓ આગામી ત્રણ દિવસ મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના વિવિધ વિધાનસભા મતદારસંઘનો પ્રવાસ કરશે. રાજ્યના 200થી વધારે મતદારસંઘ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું
Read Original Article →