અન્ય એક યુવતીને અસર:વરલીની ક્લબમાં ડ્રગ્સનો પ્રવેશ? કોન્સર્ટ દરમિયાન યુવાનનું મોત
મુંબઈમાં ડ્રગ્સની હેરાફેરી અને સેવને ફરી એક વાર માથું ઊંચક્યું છે. ગોરેગાવમાં ડ્રગ્સનો મામલો હજુ તાજો છે ત્યારે હવે વરલીના એનએસસીઆઈ ક્લબમાં ડ્રગ્સ પાર્ટીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ પાર્ટીમાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે એક યુવાનનું મોત થયું હોવાની શંકા છે, જ્યારે અન્ય એક યુવતીને અસર થઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે સંગીત કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો હતો, જેના કારણે કાર્યક્રમ સ્થળે થોડા સમય માટે ભારે મૂંઝવણ અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંગીત કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે સંબંધિતો યુવલાનોની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને તબીબી સહાય પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલાં જ એકનું મૃત્યુ થયું છે. આ અણધારી ઘટનાથી કોન્સર્ટમાં હાજર હજારો સંગીત પ્રેમીઓમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે.દરમિયાન વિભાગના ડીસીપી જયંત મીનાએ જણાવ્યું કે 28 વર્ષીય યુવાનનું તબિયત બગડ્યા પછી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાતાં મૃત જાહેર કરાયો હતો. પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે મૃતકે એનએસસીઆઈ ડોમ વરલીમાં સંગીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ જ કાર્યક્રમમાં 31 વર્ષની યુવતી પણ અસ્વસ્થ બની હતી. તેને જસલોક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં જરૂરી તબીબી સંભાળ આપવામાં આવી રહી છે. તપાસમાં જણાયું કે તેણે કાર્યક્રમ દરમિયાન શરાબ અને એનર્જી ડ્રિંક્સનું સેવન કર્યું છે. જોકે ડ્રગ્સ પદાર્થનો ઉપયોગ કર્યો હોય તેવું જણાયું નથી. વધુ તપાસ ચાલી રહી છે.
Read Original Article →