ડીઆરઆઈએ ડ્રગ્સની દાણચોરીનું મોટું રેકેટનો પર્દાફાશ કર્યો:મુંબઈ એરપોર્ટ પર ₹11.25 કરોડના ડ્રગ્સ સાથે 4 તસ્કરોની ધરપકડ કરાઈ

Gujarat5/24/2026, 1:04:26 AM
ડીઆરઆઈએ ડ્રગ્સની દાણચોરીનું મોટું રેકેટનો પર્દાફાશ કર્યો:મુંબઈ એરપોર્ટ પર ₹11.25 કરોડના ડ્રગ્સ સાથે 4 તસ્કરોની ધરપકડ કરાઈ
નાર્કોટિક્સની દાણચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના મુંબઈ ઝોનલ યુનિટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે અલગ અલગ કામગીરીમાં આશરે ₹ 11.25 કરોડની કિંમતનું 2.25 કિલોકોકેઈન જપ્ત કર્યું. શરીરમાં છુપાવીને ડ્રગ્સની દાણચોરીમાં સામેલ ચાર વિદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા. 22 મે 2026ના રોજ, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ડીઆરઆઈના અધિકારીઓએ મુંબઈના સીએસએમઆઈ એરપોર્ટ પર દિસ અબાબાથી આવેલી એક મહિલા અને એક પુરુષ મુસાફરને અટકાવ્યાં હતાં. તેમની સઘન પૂછપરછ બાદ, બંને મુસાફરોએ કબૂલ્યું કે તેઓએ દાણચોરી માટે માદક દ્રવ્યો ધરાવતા કેપ્સ્યુલ્સનું સેવન કર્યું છે. ત્યાર બાદ તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, તેમના પેટમાંથી 84 કેપ્સ્યુલ્સ નીકળી હતી, જેમાં 1.40 કિલો કોકેઈન હતું અને જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ ₹7 કરોડ છે. ૧૯ મે ૨૦૨૬ના રોજ થયેલી અગાઉની કાર્યવાહીમાં, ડીઆરઆઈ અધિકારીઓએ મુંબઈના સીએસએમઆઈ એરપોર્ટ પર દિસ અબાબાથી આવેલા એક આફ્રિકન પુરુષ મુસાફર અને એક આફ્રિકન મહિલા મુસાફરને અટકાવ્યાં હતાં. પૂછપરછ દરમિયાન, બંને મુસાફરોએ માદક દ્રવ્યો ધરાવતી કેપ્સ્યુલ્સ ગળી હોવાનું કબૂલ્યું હતું. તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમના પેટમાંથી કુલ ૬૩ કેપ્સ્યુલ્સ નીકળી હતી, જેમાં ૮૫૦ ગ્રામ કોકેઈન હતું અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે ૪.૨૫ કરોડ રૂપિયા છે. આ ડ્રગ્સ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું અને ચારેય તસ્કરોની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. ડીઆરઆઈ નશા મુક્ત ભારત બનાવવા, સતત માદક દ્રવ્યોને અટકાવવા, આંતરરાષ્ટ્રીય ટ્રાફિકિંગ સિન્ડિકેટનો નાશ કરવા અને આપણા રાષ્ટ્રના સ્વાસ્થ્ય, સુખાકારી અને સુરક્ષાનું રક્ષણ કરવાના તેના સંકલ્પમાં અડગ રહે છે.
Read Original Article →