કાર્યક્રમ યોજાયો:સાઈબર ક્રાઇમ હવે ઔદ્યોગિક ઉદ્યોગ બની ગયો છે: નિષ્ણાતો

Gujarat6/5/2026, 1:01:18 AM
AI દ્વારા સર્જાતા ડીપફેક, ડિજિટલ અરેસ્ટ, સાઈબર આધારિત નાણાકીય છેતરપિંડી અને ક્રિપ્ટો આધારિત ગુનાહિત નેટવર્ક્સ વધુને વધુ જટિલ બની રહ્યા છે, જેના કારણે પરંપરાગત તપાસ પદ્ધતિઓ માટે તેમની ગતિ સાથે ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. ફિક્કી દ્વારા આયોજિત “નેક્સ્ટ- જેન ફોરેન્સ્લિક્સઃ ધ ન્યૂ એજ ઓફ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન” પરિષદમાં નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આગામી પેઢીની છેતરપિંડીનો સામનો કરવા માટે અદ્યતન ફોરેન્સિક ટેકનોલોજી, રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેરિંગ અને નિયમનકારો, ઉદ્યોગો તથા કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે વધુ મજબૂત સહયોગ અનિવાર્ય બનશે. આ કાર્યક્રમમાં સાઈબર ગુનાઓની વધતી જટિલતા તેમ જ વ્યવસાયો, રોકાણકારો અને નાગરિકોની સુરક્ષા માટે મજબૂત ગવર્નન્સ, ડિજિટલ વિશ્વાસ અને રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્યના પ્રમુખ સચિવ બૃજેશ સિંહે જણાવ્યું કે સાઈબર ક્રાઇમ હવે અત્યંત સુવ્યવસ્થિત અને ઔદ્યોગિક માળખામાં વિકસ્યું છે, જ્યાં ડેટા ચોરી, ઓળખ સર્જન, મ્યુલ નેટવર્ક, ડીપફેક નિર્માણ અને ક્રિપ્ટો આધારિત મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ માટે અલગ અલગ વિશેષજ્ઞ ગ્રુપ કાર્યરત છે. વોઇસ ક્લોનિંગ, ડીપફેક ટેક્નોલોજી અને ફ્રોડ- એઝ- અ સર્વિસ પ્લેટફોર્મ્સની સરળ ઉપલબ્ધતા વચ્ચે તપાસ એજન્સીઓને સંકલિત ફોરેન્સિક પ્લેટફોર્મ, રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ શેરિંગ અને નવા પુરાવા આધારિત માળખાની જરૂર છે.” સેબીના માર્કેટ ઇન્ટરમિજિયરીઝ રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગોવિંદાયપલ્લી રામ મોહન રાવે રોકાણકાર સુરક્ષા અને ડિજિટલ વિશ્વાસને મજબૂત બનાવવા માટે સેબી દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસો અંગે માહિતી આપી.
Read Original Article →