ટિકિટ વિનાના પ્રવાસીઓ પર વિશેષ ઝુંબેશ:મધ્ય રેલવેએ બે મહિનામાં 4.30 લાખ ખુદાબક્ષો પાસે 30 કરોડથી વધુ દંડ લીધો
મધ્ય રેલવેના મુંબઈ વિભાગે ટિકિટ વિના અને અનિયમિત પ્રવાસીઓ વિરુદ્ધ અમલમાં મૂકેલી વિશેષ ટિકિટ તપાસ ઝુંબેશને ઘણી સફળતા મળી છે. એપ્રિલ અને મે 2026ના બે મહિનામાં 4.30 લાખ ખુદાબક્ષો પાસેથી 30.13 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો. ગયા વર્ષની સરખામણીએ મહેસૂલમાં 150 ટકાથી વધુ વધારો થયો છે. મધ્ય રેલવે પ્રશાસને આપેલી માહિતી અનુસાર 2026-27ના આર્થિક વર્ષમાં પહેલા બે મહિનામાં ટિકિટ તપાસ દરમિયાન 4.30 લાખ પ્રકરણ જાહેર થયા. ગયા વર્ષે આ જ સમયગાળામાં 2.75 લાખ પ્રકરણ નોંધાયા હતાં અને 12.02 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ફક્ત બે મહિનામાં 30.13 કરોડ રૂપિયાના દંડની વિક્રમજનક વસૂલી થઈ અને મહેસૂલમાં 150 ટકા કરતા વધુ વધારો નોંધાયો છે. મે 2026માં 2.02 લાખ ટિકિટ વિનાના પ્રવાસીઓ પાસેથી 14 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો. ગયા વર્ષે મે મહિનામાં 1.30 લાખ પ્રકરણમાં 5.95 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેથી મહેસૂલમાં 135 ટકા કરતા વધુ વધારો થયાનું સ્પષ્ટ થયું. મેલ-એક્સપ્રેસ સહિત લોકલના સેકન્ડ ક્લાસ ડબ્બામાં વિશેષ તપાસ ઝુંબેશ ઘણી અસરકારક સાબિત થઈ. એપ્રિલથી મે 2026ના સમયગાળામાં આવા 3.04 લાખ પ્રકરણની નોંધ થઈ. ગયા વર્ષની સરખામણીએ 50 ટકા કરતા વધુ વધારો થયો છે. આ પ્રકરણમાં 24.77 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો. ગયા વર્ષે આ જ સમયગાળામાં 10.12 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ આંકડાઓ અનુસાર મહેસૂલમાં લગભગ 145 ટકાનો વધારો થયો છે. મે મહિનામાં સેકન્ડ ક્લાસના 1.46 લાખ પ્રકરણમાંથી 11.71 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા. બીજી કાર્યવાહીમાં દંડવસૂલી
એપ્રિલથી મે 2026ના સમયગાળામાં ફર્સ્ટક્લાસના ડબ્બાના 23 હજાર 447 પ્રકરણમાં 74.61 લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો. મેલ-એક્સપ્રેસના ભાડાફરકના 58 હજાર 748 પ્રકરણમાં 3.61 કરોડ રૂપિયા અને નોંધણી ન કરેલા સામાનના 17 હજાર પ્રકરણમાં 19.45 લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો.
Read Original Article →