મરાઠા રાજાના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી:નવી મુંબઈ એરપોર્ટ પર શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ
રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે શિવરાજ્યભિષેક દિન અથવા મરાઠા રાજાના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપ છે.મને વિશ્વાસ છે કે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવજા કરતા દરેક મુસાફર મહારાજની છબિ, પ્રતિમા અને સ્મારકમાંથી પ્રેરણા અને ઊર્જા મેળવશે, એમ ફડણવીસે જણાવ્યું.છત્રપતિ શિવાજી મહારાજની 20 ફૂટની કાંસ્ય અશ્વારોહણ પ્રતિમા એરપોર્ટ પર સ્થાપિત કરવામાં આવી છે. એરપોર્ટ ગત ડિસેમ્બરથી કાર્યરત થયું છે. રાજાભિષેક દિવસને પવિત્ર પ્રસંગ ગણાવતાં મુખ્ય મંત્રીએ કહ્યું કે તે હિંદવી સ્વરાજ્યની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. મુખ્ય મંત્રીએ કહ્યું કે તેમણે અગાઉ એરપોર્ટ પર પ્રતિમા સ્થાપિત કરવાનું સૂચન કર્યું હતું, કારણ કે તે રાયગઢ જિલ્લામાં સ્થિત છે, જ્યાં સ્વરાજ્યની રાજધાની રાયગઢ કિલ્લો આવેલો છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે સ્મારક આઠ મહિનામાં પૂર્ણ થયું અને પ્રોજેક્ટને અમલમાં મૂકવા બદલ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને સિડકોને અભિનંદન આપ્યા. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ દિવંગત ખેડૂત નેતા ડી.બી. પાટીલના નામ પર રાખવાની માગણી પર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બધી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે અને કેન્દ્ર સાથે આ બાબતે સંપર્ક કરી રહી છે."અમે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. કેન્દ્ર સરકાર સાથે ફોલોઅપ ચાલુ છે, અને અમે ખાતરી કરીશું કે નામકરણ થાય," એમ તેમણે કહ્યું.
Read Original Article →