હ્રદયરોગના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો:GT હોસ્પિ. સહિત રાજ્યની 11 મેડિકલ કોલેજમાં કેથલેબ
છેલ્લા થોડા વર્ષમાં હ્રદયરોગના દર્દીઓમાં વધારો થતો હોવાથી રાજ્ય સરકારે રાજ્યની 11 મેડિકલ કોલેજમાં કેથલેબ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ કેથલેબ સાર્વજનિક-ખાનગી ધોરણે પર શરૂ કરવામાં આવશે. એમાં મુંબઈની ગોકુલદાસ તેજપાલ (જી.ટી.) ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો સમાવેશ છે. તેથી મુંબઈના હ્રદયરોગના દર્દીઓને તરત સારવાર મળવામાં મદદ થશે. આધુનિક જીવનશૈલીના લીધે અને વધતા તાણના કારણે યુવાનોમાં હ્રદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને સ્થૂળતા જેવા જીવનશૈલી સંબંધિત બીમારીઓના લીધે હ્રદયરોગનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા થોડા વર્ષમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હ્રદયરોગના દર્દીઓને તરત સારવાર મળે એ માટે રાજ્ય સરકારના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગ તરફથી પ્રયત્ન ચાલુ છે. રાજ્યની 11 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલોમાં સાર્વજનિક-ખાનગી ધોરણે ભાગીદારી ધોરણે કાર્ડિયેક કેથલેબ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં મુંબઈની જી.ટી. ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી જે.જે. હોસ્પિટલ અને કેઈએમ હોસ્પિટલ પરનો તાણ ઓછો થવામાં મદદ થશે. જી.ટી. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં શરૂ થનારી કેથલેબના લીધે દક્ષિણ મુંબઈ સહિત આસપાસના વોર્ડના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવા મળવામાં મદદ થશે.
Read Original Article →