સીજીડબ્લ્યુએ નિયમોની અમલબજાવણીથી વ્યવસાય મુશ્કેલીમાં:વોટર ટેન્કર એસોસિએશનનો મુંબઈમાં સેવા બંધ કરવાનો ઈશારો
મહાપાલિકાની 10 ટકા પાણીકપાત પછી હવે મુંબઈ પર ફરીથી પાણી સંકટના વાદળ છવાયા છે. મુંબઈ વોટર ટેન્કર એસોસિએશને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કેન્દ્રિય ભુજળ પ્રાધિકરણ એટલે કે સીજીડબ્લ્યુએ નિયમોની અમલબજાવણીના લીધે ટેન્કર વ્યવસાય મુશ્કેલીમાં મૂકાયો હોવાનો દાવો કર્યો છે. તેમની માગણીઓ પર તરત ઉકેલ કાઢવામાં નહીં આવે તો રવિવાર 7 જૂનના રાતના 12 વાગ્યાથી મુંબઈના તમામ ખાનગી પાણી વોટર ટેન્કર સેવા બંધ કરવાનો ઈશારો આપ્યો છે. મહાપાલિકા, જિલ્લાધિકારી કાર્યાલયે સીજીડબ્લ્યુએ નિયમોનું પાલન કરવા નોટિસ બજાવી. ભુજળ ઉલેચવાનું નિયંત્રિત કરવાના સરકારના પ્રયત્નોને એસોસિએશનનો ટેકો છે પણ કેટલાક નિયમ અને શરતોની પૂર્તી કરવી, ટેન્કર ચાલક અને કૂવા માલિકો માટે અત્યંત મુશ્કેલ હોવાનું એસોસિએશને જણાવ્યું છે. અત્યારે 10 ટકા પાણીકપાત ચાલુ છે, અનેક ભાગમાં ઉનાળાના સમયમાં અને પાઈપલાઈન રિપેરીંગના સમયમાં ખાનગી ટેન્કર દ્વારા મોટા પ્રમાણમાં પાણી પુરવઠો કરવામાં આવે છે. હાઉસિંગ સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓ, બાંધકામ પ્રકલ્પ અને વ્યવસાયિક આસ્થાપનાઓ મોટા પ્રમાણમાં ટેન્કરના પાણી પર આધાર રાખે છે. તેથી રવિવારની મધરાતથી ટેન્કર સેવા બંધ થશે તો હજારો નાગરિકોએ પાણીની અછતનો સામનો કરવો પડશે એવી શક્યતા છે. પ્રાધિકરણના નિયમોની કડક અમલબજાવણીના લીધે ટેન્કર ઉદ્યોગ પર વિપરીત અસર થઈ છે. નિવાસી સોસાયટીઓ, વ્યવસાયિક આસ્થાપનાઓ, બાંધકામ સાઈટ્સ અને ટેન્કરના પાણી પર આધાર રાખતા વિવિધ અત્યાવશ્યક ક્ષેત્રોને સેવા આપતી પુરવઠા સાંકળ ખોરવાઈ છે. સંબંધિત અધિકારીઓને વારંવાર નિવેદન આપવા છતાં એસોસિએશને રજૂ કરેલી સમસ્યાઓ ન ઉકેલાતા નિર્ણય થાય ત્યાં સુધી ટેન્કર બંધ રાખવામાં આવશે એવો ઈશારો મુંબઈ વોટર ટેન્કર એસોસિએશનના સેક્રેટરી જનરલ અમોલ માંઢરેએ આપ્યો છે.
Read Original Article →