સિટી એન્કર:62 ડેપોમાં 5 હજાર કર્મીઓને તમાકુ છોડાવવા બેસ્ટનો અનોખો પ્રયાસ

Gujarat5/23/2026, 12:08:59 AM
સિટી એન્કર:62 ડેપોમાં 5 હજાર કર્મીઓને તમાકુ છોડાવવા બેસ્ટનો અનોખો પ્રયાસ
કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિયેશન અને બેસ્ટના સંયુક્ત ઉપક્રમે અમલી બનાવવામાં આવેલા તમાકુમુક્ત બેસ્ટ ઉપક્રમને લીધે બેસ્ટના ડ્રાઈવર અને કંડક્ટરોમાં તમાકુ સેવન ઓછું થવા સાથે વર્તનમાં હકારાત્મક ફેરફાર દેખાયા છે. 2016-17માં આશરે 3000 કર્મચારીઓના આરંભિક સર્વેક્ષણમાં 65 ટકાથી વધુ કર્મચારી તમાકુનું સેવન કરતા હોવાનું જણાયું હતું. આ નિષ્કર્ષને આધારે કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિયેશને જનજાગૃતિ સત્રો, આરોગ્ય તપાસ અને વ્યસનમુક્તિ કાઉન્સેલિંગ સાથે સંરચિત હસ્તક્ષેપ શરૂ કર્યો. 2025-26માં 1800 કર્મચારીઓના નવા સર્વેક્ષણમાં 249 નવા તમાકુ સેવન કરનારા મળી આવ્યા હોઈ તેમને તુરંત કાઉન્સેલિંગ અને ઉપચાર પ્રક્રિયામાં સમાવિષ્ટ કરાયા છે. આસપાસમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને સ્થૂળતા જેવી જીવનશૈલી સંબંધી બીમારીઓનું વધતું પ્રમાણ ધ્યાનમાં આવ્યું છે. આ ઉપક્રમ થકી હમણાં સુધી 62 કર્મચારીઓએ સફળતાથી તમાકુનું વ્યસન છોડી દીધું હોઈ આશરે 49 ટકા સહભાગી કર્મચારીઓએ તમાકુ સેવન છોડવામાં સફળતા મેળવી છે. મુંબઈમાં કોલાબા, બેકબે, રે રોડ, મુંબઈ સેન્ટ્રલ, વરલી, વડાલા, કુર્લા, ઘાટકોપર, મરોલ, ઓશિવરા, દાદર સહિત 13 ડેપોમાં આરોગ્ય શિબિરોનું આજન કરાયું હતું. આ તપાસમાં સબમ્યુકસ ફાઈબ્રોસિસ, લ્યુકોપ્લાકિયા અને એરિથ્રોપ્લાકિયા જેવા મોઢાના કેન્સર પૂર્વ લક્ષણોનાં આરંભિક ચિહનો દેખાયાં હોઈ એક પ્રકરણમાં તુરંત બાયોપ્સીની જરૂર પણ જણાઈ હતી. આ સફળ કર્મચારીઓનું ગૌરવ કરવા માટે 29 મે, 2026ના રોજ ડ્રાઈવર અને કંડક્ટરોનો સન્માન સમારંભ યોજવામાં આવશે. આ ઉપક્રમનો ઉદ્દેશ તેમની સફળતાને સન્માનિત કરવાનો અને અન્યોને તમાકુમુક્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિયેશને આ ઉપક્રમ 3300 બેસ્ટ બસ અને 27 ડેપો સુધી વિસ્તારિત કરવાનો ઉદ્દેશ રાખ્યો હોઈ આશરે 5000 લાભાર્થીઓ સુધી પહોંચવાનું નિયોજન કરાયું છે. સતત જનજાગૃતિ, તપાસ અને કાઉન્સેલિંગ કેન્સર પેશન્ટ એઈડ એસોસિયેશનનાં કાર્યકારી સંચાલિકા એનિટા પીટરે જણાવ્યું કે સતત જનજાગૃતિ, તપાસ અને કાઉન્સેલિંગને લીધે કર્મચારીઓમાં દીર્ઘકાલીન વર્તનાત્મક ફેરફાર જણાઈ રહ્યા છે. બેસ્ટના મુખ્ય તબીબી અધિકારી ડો. અનિલકુમાર સિંગલે જણાવ્યું કે પરિવહન ક્ષેત્રના કર્મચારીઓમાં પ્રતિબંધાત્મક આરોગ્ય ઉપાય અત્યંત મહત્ત્વના હોઈ નિયમિત તપાસને લીધે ગંભીર બીમારીઓનું સમયસર નિદાન થવામાં મદદ થાય છે.
Read Original Article →