સિટી એન્કર:મુંબઈ આઈઆઈટીમાં સરેરાશ વાર્ષિક પગાર 26 લાખ રૂપિયા
મુંબઈ આઈઆઈટીના આ વર્ષના પ્લેસમેંટમાં ગયા વર્ષની સરખાંમણીએ નોકરી મેળવવા થોડો ઘટાડો થયો છે પણ વિદ્યાર્થીઓને મળતા પગારમાં 10 ટકા વધારો થયો છે એવી માહિતી આઈઆઈટી મુંબઈએ જાહેર કરેલા વાર્ષિક અહેવાલમાં પ્રકાશમાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કંપનીઓએ નોકરીની તક ઓછી આપી પણ પગારમાં 10 ટકાનો વધારો થયો છે. તેથી વિદ્યાર્થીઓનો સરેરાશ વાર્ષિક પગાર 26.45 લાખ રૂપિયા મળ્યો છે. મધ્યમ શ્રેણીમાં 20 લાખ રૂપિયા પગાર મળ્યો છે. પ્લેસમેંટમાં 20 લાખ રૂપિયા કે એનાથી વધારે પગાર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 20 ટકા વધી છે. તેમ જ 20 લાખ રૂપિયા કરતા વધારે પગાર આપનાર કંપનીઓની સંખ્યા 150 થઈ છે જે ગયા વર્ષે 123 હતી. જુલાઈ 2024થી જૂન 2025 સુધી અમલમાં મૂકાનાર પ્લેસમેંટ માટે 2 હજાર 469 વિદ્યાર્થીઓએ નોંધણી કરી. એમાંથી 2 હજાર 40 વિદ્યાર્થીઓએ સહભાગ લીધો. એમાં 1 હજાર 422 વિદ્યાર્થીઓને નોકરી મળી. આ નોકરી આપનાર કંપનીઓમાં 65 આંતરરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ હતો. તેમ જ 260 વિદ્યાર્થીઓએ પ્લેસમેંટ પહેલાં જ નોકરીની તક સ્વીકારી હતી. ડિસેમ્બર 2024માં થયેલા પહેલા તબક્કામાં 1 હજાર 272 વિદ્યાર્થીઓને તો બીજા તબક્કામાં 150 વિદ્યાર્થીઓને નોકરી મળી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એન્જિનિયરીંગ, આઈટી, સલાહકાર, નાણા, સંશોધન અને વિકાસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઉત્પાદન વ્યવસ્થાપન ક્ષેત્રની 417 કંપનીઓ સહભાગી થઈ હતી. એમાંથી 368 કંપનીઓએ વિદ્યાર્થીઓને નોકરી આપી હતી. એન્જિનિયરીંગની બોલબાલા
એન્જિનિયરીંગ ક્ષેત્રની 96 કંપનીઓએ 429 નોકરી આપી. આઈટીની 124 કંપનીઓએ 393 વિદ્યાર્થીઓને નોકરી આપી. બી.ટેક. અભ્યાસક્રમના 829 વિદ્યાર્થીઓમાંથી 678 વિદ્યાર્થીઓને નોકરી મળી. એમ.ટેક. સાથે ડબલ ડિગ્રી મેળવનાર 250માંથી 171 વિદ્યાર્થીઓને નોકરી મળી. ઈલેકટ્રીકલ એન્જિનિયરીંગ કોર્સમાં 346 વિદ્યાર્થીઓમાંથી 244ને તો મેકેનિકલ એન્જિનિયરીંગના 334માંથી 213 વિદ્યાર્થીઓને નોકરી મળી. સિવિલ એન્જિનિયરીંગના 210માંથી 133 વિદ્યાર્થીને તો કેમિકલ એન્જિનિયરીંગના 161માંથી 98 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
Read Original Article →