નિર્ણય:મુંબઈ મહાપાલિકાની તમામ ઈમારતોનું હવે સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવશે

Gujarat6/5/2026, 1:02:04 AM
નિર્ણય:મુંબઈ મહાપાલિકાની તમામ ઈમારતોનું હવે સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવશે
મુંબઈ મહાપાલિકાની સ્કૂલ, હોસ્પિટલો, માર્કેટ, દવાખાના, વોર્ડ કાર્યાલય, પ્રશાસકીય કાર્યલયો સહિત તમામ પ્રકારની ઈમારતોનું ટૂંક સમયમાં સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવશે. એના માટે મહાપાલિકા માન્યતાપ્રાપ્ત નિષ્ણાત સ્ટ્રકચરલ ઓડિટરની નિયુક્તી કરશે. જર્જરિત ઈમારત, સ્થાપત્ય તૂટીને થનારી સંભવિત દુર્ઘટના ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યાનું મહાપાલિકા પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે. મુંબઈ મહાપાલિકાની અનેક ઈમારતો 40 વર્ષ સુધીની જૂની થઈ ગઈ છે. તેમને મોટા પ્રમાણમાં રિપેરીંગની જરૂર છે. ઉપરાંત મહાપાલિકાએ અનેક ઈમારતોનું નાનુમોટુ રિપેરીંગ કરવું પડે છે. મહાપાલિકાના પ્રશાસકીય કાર્યાલયો, દવાખાના જેવા ઠેકાણે દરરોજ સેંકડો મુંબઈગરા આવે છે. તેથી આ ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરીને જરૂરી રિપેરીંગ કરવાનો નિર્ણય મહાપાલિકા પ્રશાસન તરફથી લેવામાં આવ્યો છે. તેથી નિષ્ણાત સ્ટ્રકચરલ સલાહકારની સ્વતંત્ર પેનલ નિયુક્ત કરીને ઈમારતોની સુરક્ષા તપાસ કરાવવામાં આવશે. સલાહકારો મારફત ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ, રિપેરીંગ ખર્ચ, પુનર્બાધણી રૂપરેખા, ભૂકંપરોધક ક્ષમતા, અગ્નિસુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવશે. એ અનુસાર જરૂરી રિપેરીંગ કરવામાં આવશે. વિધાનમંડળ પ્રમાણે નવું સભાગૃહ મુંબઈ મહાપાલિકા ટૂંક સમયમાં અદ્યતન સુવિધાવાળુ નવું વિશાળ સભાગૃહ બાંધશે. મહાપાલિકા મુખ્યાલય સામેના જર્જરિત ક્રીડાભવનના ઠેકાણે ચાર માળાનું સભાગૃહ બાંધવામાં આવશે. એમાં 80 વાહનની ક્ષમતાવાળું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લોટ અને મેયર માટે લિફ્ટની સુવિધા હશે. ક્રીડાભવનના ઠેકાણે મહાપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ માટે સેવાસુવિધા નિર્માણ કરવામાં આવશે. નવા સભાગૃહમાં 350 થી 400 સભ્ય, કર્મચારીઓ અને પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. નવા સભાગૃહના લીધે નગરસેવકો, કર્મચારીઓ, પત્રકારોની અગવડ દૂર થશે.
Read Original Article →