સિટી એન્કર:હાર્બર લાઈનમાં ટૂંક સમયમાં ફાસ્ટ લોકલ દોડાવવાનો ઉદ્દેશ
કેટલાય વર્ષ ઉપેક્ષિત રહેલી હાર્બર રેલવે સેવાના વિકાસ માટે મુંબઈ રેલવે વિકાસ મહામંડળ મારફત નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા છે. મુંબઈ, નવી મુંબઈ અને ત્રીજા મુંબઈ સાથે ઝડપી કનેક્ટિવિટી કરવા હાર્બર લાઈનમાં ફાસ્ટ લોકલ માટે સ્વતંત્ર લાઈન માટે પરીક્ષણ કરવામાં આવશે. એ પ્રમાણે એમયુટીપી-4 પ્રકલ્પ અંતર્ગત સલાહકાર નિયુક્તીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ સુધી વિસ્તરેલી હાર્બર લાઈનમાં હજી પણ ફક્ત સ્લો ટ્રેન જ દોડે છે. જગ્યાના અભાવે અતિરિક્ત ટ્રેકનું કામ કરવું મુશ્કેલ થયું હોવાથી આ લાઈન હજી ધીમી ટ્રેક પર જ છે. પનવેલ અને નવી મુંબઈમાં મોટા પ્રમાણમાં લોકવસતિ વધી રહી હોવાથી હાર્બર રેલવે માર્ગ પર પ્રવાસી સંખ્યા વધી રહી છે. આ પ્રવાસીઓ ઝડપી પ્રવાસ કરી શકતા ન હોવાથી તેમની ઘણી હેરાનગતિ થઈ રહી છે. એનો વિચાર કરીને એમઆરવીસીએ હાર્બર લાઈનનું વિસ્તરણ એમયુટીપી-4 અંતર્ગત કરવાનો ઉદ્દેશ રાખ્યો છે. એ અનુસાર અત્યારે સલાહકાર નિયુક્તીની પ્રક્રિયા શરૂ કરી છે. હાર્બર લાઈનના પ્રવાસીઓને ફાસ્ટ ટ્રેક વ્યવહારિક બનશે કે, ફાસ્ટ લાઈનનું કામ કયા ભાગમાંથી કરી શકાય એનો અભ્યાસ એમયુટીપી-4 પ્રકલ્પ અંતર્ગત કરવામાં આવશે. એ સાથે જ થાણે-બોરીવલી અને બાન્દરા-કુર્લા લોકલ કનેક્ટિવિટી શક્ય છે કે નહીં એનો પણ અભ્યાસ કરવામાં આવશે એમ એમઆરવીસીના ચેરમેન અને વ્યવસ્થાપકીય સંચાલક વિલાસ વાડેકરે જણાવ્યું હતું. 15 ડબ્બાની લોકલમાં વધારો: લોકલ ટ્રેનની પ્રવાસી ક્ષમતા વધારવા પશ્ચિમ અને મધ્ય રેલવે માર્ગ પર 15 ડબ્બાની લોકલની સંખ્યા વધારવામાં આવશે. એ માટે એમઆરવીસી મારફત અત્યંત આધુનિક ગણાતી ટ્રેન કન્ટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. એ દિશામાં પશ્ચિમ અને મધ્ય રેલવેના અનેક સ્ટેશનમાં પ્લેટફોર્મને લાંબા કરવાનું કામ ચાલુ છે. લોકલ ટ્રેનની પ્રવાસી ક્ષમતા વધ્યા પછી જીવલેણ ગિરદીથી છૂટકારો મળવાના ચિહ્ન છે. નવી ડીઝાઈનની એસી લોકલ: પશ્ચિમ અને મધ્ય રેલવે માર્ગમાં લોકલ પ્રવાસ વધુ આરામદાયક કરવાનો એમઆરવીસીનો ઉદ્દેશ છે. એ અનુસાર નોન-એસી લોકલનું એસી લોકલમાં રૂપાંતર કરવામાં આવશે. પ્રવાસી સેવામાં નજીકના સમયમાં 238 નવી ડીઝાઈનની એસી લોકલ દાખલ કરવામાં આવશે. આ સંદર્ભના ટેંડર જૂન મહિના સુધી અંતિમ કરવામાં આવશે એમઆરવીસીએ સ્પષ્ટ કર્યું છે. મિશન ઝીરો ડેથ
ઉપનગરીય રેલવે માર્ગ પર પ્રવાસીઓના મૃત્યુની સિલસિલો બંધ થતો નથી. મિશન ઝીરો ડેથ અંતર્ગત રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કાના 17 સ્ટેશનમાંથી 5 સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે. બાકીના સ્ટેશનોનું કામ ઝડપી કરવામાં આવશે. આ સ્ટેશનમાં દાદર, ઘાટકોપર, વસઈ, ભાંડુપ વગેરે જેવા મુખ્ય સ્ટેશનનો સમાવેશ છે.
Read Original Article →