મેટ્રો રૂટનું વડાલાથી બાન્દરા સુધી વિસ્તરણ કરાશે:બાન્દરા ગરીબનગર અતિક્રમણ હટાવ ઝુંબેશ પછી હવે મેટ્રો-11ના વિસ્તરણ માટે હિલચાલ
બાન્દરા પૂર્વના ગરીબનગર પરિસરના અતિક્રમણ હટાવ ઝુંબેશ પછી હવે મેટ્રો રૂટના વિસ્તરણ માટે હિલચાલ શરૂ કરવામાં આવી છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી મુંબઈ મેટ્રો-11ના વિસ્તારિત તબક્કાનું પ્રાથમિક અંડરગ્રાઉન્ડ સર્વેક્ષણ શરૂ કરવામાં આવશે. એના માટે સલાહકાર કંપની નિયુક્ત કરવાની પ્રક્રિયા મેટ્રો પ્રશાસને શરૂ કરી છે. આણિક ડેપોથી ગેટવે ઓફ ઈંડિયા અંડરગ્રાઉન્ડ મેટ્રો-11 ગ્રીન લાઈન છે. આ રૂટ પર લગભગ સાત કિલોમીટરના અંતરના વડાલા અને બાન્દરા ટર્મિનસ ધારાવી માર્ગે અંડરગ્રાઉન્ડ મેટ્રોને રાજ્ય સરકારે તાજેતરમાં મંજૂરી આપી છે. એના લીધે બાન્દરા ટર્મિનસથી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દ્વારા સીધા ગેટવે ઓફ ઈંડિયા અને પૂર્વ ઉપનગરોમાં પહોંચવું શક્ય થશે. પ્રસ્તાવિત મુંબઈ મેટ્રો-11 સહિત વડાલાથી બાન્દરા ટર્મિનસ એમ બે અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટનું અંડરગ્રાઉન્ડ સર્વેક્ષણ કરવામાં આવશે. એમાં અંડરગ્રાઉન્ડ વિવિધ સુવિધા તેમ જ સંભવિત અડચણોના નકશા (મેપિંગ) તૈયાર કરવામાં આવશે. સર્વેક્ષણમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (જીપીઆર) ટેકનોલોજીની મદદથી પાંચ મીટર ઉંડાઈ સુધી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન, ઈલેકટ્રીક લાઈન્સ, ટેલિફોન કેબલ્સ અને બીજી સુવિધાઓના નકશા તૈયાર કરવામાં આવશે. સંબંધિત કંપનીઓ પાસેથી માહિતી ભેગી કરીને એનો વિગતવાર અહેવાલ એક મહિનામાં તૈયાર કરીને પ્રશાસનને રજૂ કરવામાં આવશે. એના માટે સલાહકાર કંપની નિયુક્ત કરવામાં આવશે. એના માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 23 હજાર કરોડથી વધુ ખર્ચ માર્ચ મહિનામાં રાજ્ય સરકારે મેટ્રો-11 રૂટ બાન્દરા ટર્મિનસ સુધી વધારવાની સૂચના આપી હતી. ધારાવી માર્ગે થનાર આ વિસ્તરણ લગભગ આઠ હેકટર એરિયામાં હશે. શરૂઆતમાં આ પ્રકલ્પ મેટ્રો-4નું વિસ્તરણ માનવામાં આવતું હતું પણ હાલની સ્થિતિમાં વડાલાથી બાન્દરા ટર્મિવસ એમ સ્વતંત્ર મેટ્રો રૂટ હશે. રાજ્ય સરકારે 2026-27ના બજેટમાં આ 16.5 કિલોમીટર લાંબા રૂટનો અંદાજિત ખર્ચ 23 હજાર 487 કરોડ રૂપિયા જણાવ્યો છે. આ પ્રકલ્પ માટે કેન્દ્ર, રાજ્ય સરકાર, મુંબઈ મહાપાલિકા અને મુંબઈ પોર્ટ પ્રાધિકરણ તરફથી ભંડોળ મળશે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા પાસેથી પણ કરજ લેવા મંજૂરી આપવામાં આવી છે.
Read Original Article →