પખવાડિયામાં 3.86 લાખ પ્રવાસીઓ નોંધાયા:હાર્બર લાઈનમાં AC લોકલને પ્રવાસીઓનો બહોળો પ્રતિસાદ

Gujarat5/27/2026, 12:11:10 AM
હાર્બર લાઈનમાં વધારાની એસી લોકલ ફેરીઓને પ્રવાસીઓનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. મે મહિનામાં 14 અતિરિક્ત એસી લોકલ ફેરી શરૂ કર્યા પછી ફક્ત પંદર દિવસમાં પ્રવાસી સંખ્યામાં લગભગ 65 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ અને વાશી રૂટ પરના પ્રવાસીઓ એસી લોકલમાં જવાનું પસંદ કરે છે. હાર્બર લાઈનમાં 26 જાન્યુઆરીથી એસી લોકલ સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે શરૂઆતમાં ફેરીઓની સંખ્યા ઓછી હોવાથી અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નહોતો. વળી ઘણી વખત થતા વિલંબના કારણે પ્રવાસીઓ નારાજગી વ્યક્ત કરતા હતા. દરમિયાન એસી લોકલની ફેરી વધારવાની માગણી સતત કરવામાં આવતી હતી. એ અનુસાર 1 મેથી 14 અતિરિક્ત એસી ફેરી શરૂ કરવામાં આવી. 16 એપ્રિલથી 30 એપ્રિલ અને 1 મેથી 15 મે એમ બે પખવાડિયાની સરખામણીએ એસી લોકલમાં પ્રવાસી સંખ્યા 2.34 લાખથી વધીને 3.86 લાખ સુધી પહોંચી છે. એટલે કે ફેરીઓ વધાર્યા પછી પ્રવાસી સંખ્યામાં 64.97 ટકા વધારો નોંધવામાં આવ્યો.
Read Original Article →