27 બસ ડેપો માટે કુલ 582 સુરક્ષારક્ષકોની જરૂર:બેસ્ટ બસના ડેપોની સુરક્ષા માટે 181 સેવાનિવૃત્ત સૈનિકની નિયુક્તી કરાશે
બેસ્ટ ઉપક્રમના ડેપોની સુરક્ષા માટે અને અતિક્રમણ રોકવા 181 સેવાનિવૃત્ત સૈનિકોની (બીએસએફ, સીઆઈએસએફ અને સીઆરપીએફ) ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. તેમ જ સેવાનિવૃત્ત સૈનિકોની ભરતી કરતા પાત્રતાનો વ્યાપ વધારવા ઉપક્રમ ભરતીની મહત્તમ ઉંમર 40થી વધારીને 45 વર્ષ કરવાનો વિચાર ચાલુ છે અને એવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બેસ્ટના કુલ 27 ડેપો માટે 582 સુરક્ષારક્ષકોની જરૂર છે અને પહેલા તબક્કામાં 181 સૈનિક નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. શહેરમાં બેસ્ટના 27 ડેપો છે. આ ડેપોમાં બેસ્ટની બસ ઊભી કરવામાં આવે છે. શહેરના અનેક મહત્વના ડેપોમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષારક્ષકો ઉપલબ્ધ ન હોવાથી ચોરીની ઘટના બને છે. ઉપરાંત ડેપોના પ્રવેશદ્વાર નજીક અતિક્રમણ વધે છે. ડેપો અને આસ્થાપનાઓની સુરક્ષા વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી બેસ્ટ ઉપક્રમ સૈનિક બોર્ડ મારફત 181 સેવાનિવૃત્ત સૈનિકોની ભરતી કરશે. સુરક્ષા કર્મચારીઓની તીવ્ર કમી દૂર કરવી, ડેપોમાં પેટ્રોલિંગ વધારવા સાથે અતિક્રમણ પર અંકુશ માટે સુરક્ષારક્ષકોની સંખ્યા વધારવામાં આવી રહી છે. પાત્ર ઉમેદવારોની સંખ્યા વધારવા ભરતીની મહત્તમ વયમર્યાદા 40 થી વધારીને 45 વર્ષ કરવાનો પ્રસ્તાવ પણ ઉપક્રમના વિચારાધીન છે. અનેક ડેપોમાં ચોરી, અતિક્રમણ અને ગેરકાયદે કબજા જેવા સુરક્ષા પડકારોનો સામનો કરવો પડતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા કર્મચારીઓની અછતના લીધે અનેક ડેપોના દરવાજા બંધ રાખવા પડે છે. તેથી કેટલાક પરિસર અસુરક્ષિત બન્યા છે. કેટલાક મહિના પહેલાં શિવાજીનગર ડેપોમાંથી લગભગ 10 ઈલેકટ્રીક બસ ચાર્જિંગ ગન ચોરી થવાથી સુરક્ષાની ચિંતામાં વધારો થયો. સુરક્ષા વ્યવસ્થામાં ત્રુટી
સુરક્ષા કર્મચારીઓની ભરતીના લીધે બેસ્ટ ડેપોમાં સુરક્ષા મજબૂત થશે. થોડા મહિના પહેલાં શિવાજીનગર ડેપોમાં થયેલી ચોરીથી હાલની સુરક્ષા વ્યવસ્થામાં ત્રુટી પ્રકાશમાં આવી. આવી ઘટનાના લીધે સાર્વજનિક માલમતાનું રક્ષણ કરવા અને બેસ્ટની પાયાભૂત સુવિધાનું સંરક્ષણ કરવા અતિરિક્ત પ્રશિક્ષિત સુરક્ષા કર્મચારીઓની જરૂરિયાત હોવાનું બેસ્ટ સમિતિ સભ્ય રમાકાંત ગુપ્તાએ જણાવ્યું હતું. અતિક્રમણનો મુદ્દો ચિંતાની વાત છે. શિવાજીનગર ડેપોમાં લગભગ સાત એકર જમીન છે. પણ એમાંથી થોડો ભાગ બેસ્ટ દ્વારા વપરાતો નથી. બેસ્ટ સમિતીના અધ્યક્ષ અને અધિકારીઓને એ જમીન પાછી મેળવવા અને સુરક્ષિત કરવા તાત્કાલીક કાર્યવાહી કરવાની માગણી કરતો પત્ર પહેલાં જ મોકલ્યો છે. સાર્વજનિક માલમતાનો દુરુપયોગ થવા દેવાય નહીં એમ સભ્ય ફૈઝલ ખાને જણાવ્યું હતું.
Read Original Article →