14 ગ્રાન્ડમાસ્ટર્સ, 34 ઈન્ટ.માસ્ટર્સ, છ ફિડે માસ્ટર્સ:મુંબઈના ચેસ ફેસ્ટિવલમાં 16 દેશના ખેલાડી ભાગ લેશે
તળ મુંબઈમાં વર્લ્ડ ટ્રેડ સેંટર ખાતે એક્સપો હોલમાં 10-18 જૂન વચ્ચે 360 વન માસ્ટર્સ ચેસ સ્પર્ધાના માસ્ટર્સ સેકશનમાં (એ શ્રેણી) 16 દેશના 58 ચેસ ખેલાડી ભાગ લેશે. તેમાં 14 ગ્રાન્ડમાસ્ટર્સ, 34 ઈન્ટરનેશનલ માસ્ટર્સ, છ ફિડે માસ્ટર્સ, બે વિમેન ઈન્ટરનેશનલ માસ્ટર્સ અને બે કેન્ડિડેટ માસ્ટર્સનો સમાવેશ થાય છે. ઈન્ડિયન ચેસ સ્કૂલ દ્વારા આયોજિત સ્પર્ધામાં રૂ. 60 લાખનું ઈનામ રખાયું છે. આ સ્પર્ધામાં સરેરાશ 2359 રેટિંગ ધરાવતા સર્વોત્તમ ખેલાડી ભાગ લેશે. નવ રાઉન્ડની સ્વીસ લીગની ક્લાસિક ફોર્મેટમાં આ સ્પર્ધામાં ખેલાડીઓને રેટિંગ ગુણ, ટાઈટલ નોર્મ્સ અને મોટી ઈનામી રકમ માટે સ્પર્ધા કરવા માટે એક આદર્શ મંચ પ્રદજાન કરે છે, માસ્ટર્સ સેકશનમાં (એ શ્રેણી)માં કુલ રૂ. 35 લાખનું ઈનામ હોઈ વિજેતાઓને રૂ. 8 લાખનું ઈનામ મળશે. આ ઘોષણા સમયે રાજ્યની માજી ખેલાડી મનીષા મોહિતે, ગ્રાન્ડમાસ્ટર પ્રવીણ થિપસે, 360 વનના પ્રમુખ રાજેશ નાંબિયાર, ગ્રાન્ડમાસ્ટર ઈનિયાન પા, ઈન્ડિયન ચેસ સ્કૂલના સંસ્થાપક પ્રફુલ્લ ઝવેરી હાજર હતા. માસ્ટર્સ વિભાગ સાથે 360 વન ગ્લોબલ ચેલેંજર્સ બી શ્રેણી સ્પર્ધા અને જુનિયર માસ્ટર્સ સ્પર્ધા પણ યોજાશે. બી શ્રેણી એલીટ માસ્ટર્સ સ્તરે પહોંચવાની આકાંક્ષા ધરાવતા મહત્ત્વાકાંક્ષી ખેલાડીઓ માટે એક ઉત્તમ મંચ બની રહેશે.
Read Original Article →