રહીશો પરેશાન:મોરબીના ઉમિયા પાર્કમાં 15 દી’થી નળ સાવ કોરાકટ, દેકારો

Gujarat4/5/2026, 12:00:00 AM
રહીશો પરેશાન:મોરબીના ઉમિયા પાર્કમાં 15 દી’થી નળ સાવ કોરાકટ, દેકારો
મોરબી મહાપાલિકામાં પીવાના પાણી બાબતે અવાર નવાર ફરિયાદ ઉઠતી રહે છે ખાસ કરીને નવા ભળેલા વિસ્તારમાં આ પ્રશ્ન વધુ પડકાર જનક છે . વાવડી રોડ પર આવેલી ઉમિયા પાર્ક સોસાયટીમાં 15 દિવસથી પાણી વિતરણ ન થતાં મહિલાઓ મનપા કચેરીએ દોડી આવી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં 15 દિવસથી પીવાનું પાણી અનિયમિત છે. તેના કારણે નાના બાળકો વડીલોને મુશ્કેલી થઇ રહી છે હજુ તો ઉનાળા ની શરુઆત થઇ છે ત્યાં આવી સ્થિતિ છે તો હજુ 4 મહિના કેમ નીકળશે? પાણી પુરવઠા વિભાગના અધિકારીને આડે હાથ લઇ રોષ ઠાલવ્યો હતો કે જ્યારે ફોન કરીએ ત્યારે અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને મીટીંગના બહાના કરી દે છે. અમને વેચાતું પાણી કેમ કરીને પોસાય? આ વિસ્તારના મેઘનાબેન લાલીતભાઈએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં 15 દિવસ થી પીવાના પાણીનો પ્રશ્ન છે અમે અનેક વખત રજૂઆત કરી તોય ઉકેલ તો ન આવ્યો, અમને કોઈ સંતોષ કારક જવાબ મળ્યો નથી.
Read Original Article →