વોર્ડ વાઇઝ સફાઈ કામગીરીનું નિરીક્ષણ:મોરબીમાં પાણીનો બિનજરૂરી બગાડ કર્યો કેજાહેરમાં કચરો સળગાવ્યો તો ખેર નહીં રહે
મોરબીમાં નગરપાલિકા વખતે સફાઈની કામગીરી મામલે બધું જ રામરાજ્ય જેવું જ ચાલતું હતું. કારણ કે જે તે વિસ્તારોમાં સફાઈ કર્મીઓ યોગ્ય રીતે સફાઈ કરે છે કે નહીં ? તેમજ તેમના ઉપર સુપરવિઝન થાય છે કે નહીં તેની કોઈ નગરપાલિકાના કોઈ અધિકારીઓ દ્વારા ક્યારેય પણ ચકાસણી કરાતી ન હતી.પરિણામે શહેરમાં સફાઈનો પ્રશ્ન વિકટ બન્યો હતો. પણ મનપા આવતા જ કમિશનર અને ડે. કમિશનર સહિતના અધિકારીઓ ચેમ્બર ઉપર સૂચનાઓના આધારે સમસ્યાઓનો તાગ મેળવવાને બદલે સફાઈની સાચી પરિસ્થિતિ જાણી યોગ્ય કાર્યવાહી કરવા ખુદ ફિલ્ડમાં ઉતર્યા છે અને મનપાના આ અધિકારીઓએ વોર્ડ વાઇઝ સફાઈની ચકાસણી કરી તમામ વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ અને ગંદકી ફેલાવનાર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરી છે. મોરબી મનપાના ડેપ્યુટી કમિશનરે વોર્ડ નં. 6ની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરી પંખાલી શેરી, ગઢની રાંગ, ફૂલગાલી સોસાયટી, ખાટકીવાસ, નાગનાથ નાકા, ચૌહાણ શેરી, જાની શેરી, રોહલાપીર દરગાહ પાસે આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતા, વ્યવસ્થાની સમીક્ષા કરી મોચી શેરી, વેરાઈ શેરી, ગ્રીન ચોકમાં કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, ધાર્મિક સંસ્થાની મુલાકાત લઈ પાણીનો બગાડ કરતાં લોકો વિરુધ્ધ દંડની કાર્યવાહી કરી હતી. જાહેર શૌચાલય, ભૂગર્ભ ગટર, નાલાની સફાઈ કરવા આદેશ
કમિશનરે વોર્ડ નં. 7માં સફાઈનું ચેકિંગ કરી સફાઈ કર્મચારીઓને સફાઈ પ્રત્યે બેરદકારી ન રાખવાની તાકીદ કરી હતી. તેમજ આ વોર્ડના આસ્વાદ પાન, સતારભાઈની પાણીની ટાંકી, ખુશ્બુ હોસ્પિટલ અને દાઉદી પ્લોટમાં આવેલ GVP પોઈન્ટની સ્થળ પરની સ્વચ્છતાની સમીક્ષા કરી ઉપરાંત નાગર પ્લોટ, સૌમ્યા સોસાયટી અને SBI બેન્ક પાસે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીનું નિરીક્ષણ કરી નાગર પ્લોટમાં CD ક્લીનર દ્વારા થતી સફાઈની પણ તપાસ કરી ત્રિકોણબાગ ખાતે આવેલ જાહેર શૌચાલયની સફાઈ વ્યવસ્થા જાળવવા, નાસ્તા ગલી પાસેના નાલાની સફાઈ કરવાની સૂચના આપી હતી.
Read Original Article →