વાંકાનેરના સરતાનપર રોડ પર કારખાનામાં આગ:બે પ્રેસ મશીન સહિત માલસામાનને મોટું નુકસાન

Gujarat5/14/2026, 5:24:08 AM
વાંકાનેરના સરતાનપર રોડ પર કારખાનામાં આગ:બે પ્રેસ મશીન સહિત માલસામાનને મોટું નુકસાન
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા લેમઝોન સિરામિક કારખાનામાં બુધવારે રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં કારખાનામાં રાખેલા બે પ્રેસ મશીન સહિત અન્ય મશીનરી અને માલસામાનને મોટું નુકસાન થયું છે. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. રાત્રિના નવ વાગ્યાના અરસામાં કારખાનાના પ્રેસ વિભાગમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા, ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી સહિતની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગ લાગી હતી તે જગ્યાએ સતત પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. અધિકારી જયેશભાઈ ડાકીએ જણાવ્યું કે, આગ પ્રેસ વિભાગમાં લાગી હતી અને ફાયર ટીમે સમયસર પહોંચીને તેને નિયંત્રિત કરી હતી.આગ કાબૂમાં લેવામાં આવી ત્યાં સુધીમાં કારખાનામાં મૂકવામાં આવેલા બે પ્રેસ મશીન, અન્ય મશીનરી અને માલસામાનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →